આદિ ધર્મ – અમૃતા પ્રીતમ
મેં જ્યારે તને પહેર્યો
ત્યારે બંનેના શરીર અંતર્ધાન હતાં,
શરીર ફૂલોની જે ગૂંથાયાં
અને આત્માની દરગાહ પર
અર્પિત થઈ ગયાં…
તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.
ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…
– અમૃતા પ્રીતમ
ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.
ninad adhyaru said,
September 23, 2008 @ 12:06 AM
એજ લોકો ધર્મ ને શીખી શકે,
જે પોતાના કર્મ ને શીખી શકે.
-નિનાદ અધ્યારુ
ડૉ. મહેશ રાવલ said,
September 23, 2008 @ 12:45 AM
એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.
આ વિધાન જ આખી કવિતા બની શકે એવું છે…!
અભિનંદન….ધવલભાઈ!
Pravin Shah said,
September 23, 2008 @ 12:48 AM
અમૃતા પ્રીતમનું આદિ ધર્મ પરનું એક અદભુત કાવ્ય !
પ્રેમ એ પરમ ધર્મ, પરમ સંગીત, ને પરમ સ્મૃતિ છે.
આ કાવ્યનો અનુવાદ જયાબહેન મહેતાએ કરેલો.
આવી સુંદર કૃતિ આપવા બદલ ધવલભાઇને અભિનંદન !
અ.પ્રી.નું એક ઉત્તમ ઊર્મિકાવ્ય- માણવા જેવું છે-
“માત્ર બે રજવાડાં હતાં-
એકે મને અને એને હદપાર કર્યાં હતાં,
બીજાનો અમે બંનેએ ત્યાગ કર્યો હતો.”
આભાર.
Pinki said,
September 23, 2008 @ 2:04 AM
ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.
વાહ્.. ધવલભાઈ, આજે પસંદગી માટે તો દાદ પછી …..
હવે જલ્દી કલમ પકડો , તમારી રચનાની રાહ જોઈએ ને ?
અમૃતાપ્રીતમ –
બસ નામ હી કાફી હૈ !
pragnaju said,
September 23, 2008 @ 8:49 AM
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.
આ ફ રી ન
આજ પ્રેમ-
બાકી
ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…
તેમાં મતમતાંતર થયા
યાદ આવે…
ધાર્મિક તે છે જે પુણ્ય કરે છે ; કિન્તુ પાપથી દૂર જવા કોશિશ કરતા નથી. ધાર્મિક બનવાથી આધ્યાત્મિક થઈ જવાતું નથી-પ્રેમ મળતો નથી
sudhir patel said,
September 23, 2008 @ 11:18 AM
અમૃતા પ્રીતમના ગદ્ય અને પદ્યનો હું મોટો ફેન છું! મજા આવી ગઈ.
આભાર ધવલભાઈનો.
સુધીર પટેલ.
uravshi parekh said,
September 23, 2008 @ 7:46 PM
અભાર…સરસ.
બહુ અન્દર નિ વાત કહેવાણિ છે.
અમ્રિતા પ્રિતમ નિ રચનાઓ ખુબ ગમે છે.
સારિ મહેનત કરિ રહ્યા છો.
અમને ઓછિ મહેનતે ઘણુ બધુ મળે છે.
હજુ ગુજરાતિ લખતા નથિ ફાવતુ,
તેથિ કહેવાનુ રહિ જાય છે.
વિવેક said,
September 24, 2008 @ 5:16 AM
સાંગોપાંગ ઉત્તમ રચના અને ઉપનિષદ જેવો ગહન રસાસ્વાદ…
chetu said,
September 25, 2008 @ 5:29 AM
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.
ખુબ સરસ રચના …
પ્રેમ એટ્લે ધર્મ …!
vinod said,
September 26, 2008 @ 12:32 PM
મારી પત્ની અને હુ બન્ને અમ્રતા પ્રીતમના ફેન છીએ. ખૂબ મઝા આવી ગઈ. ધન્યવાદ