(-) – લતા હિરાણી
પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….
– લતા હિરાણી
ખરતાં પાનની લીલી વાતો…
નિનાદ અધ્યારુ said,
November 13, 2015 @ 12:41 AM
એની પીળી નસોમાં
વાહ !
KETAN YAJNIK said,
November 13, 2015 @ 7:18 AM
हज़ारो ख्वाहिशें ऐसी की हर ख्वाहिश पे ……
Kirit shrth said,
November 16, 2015 @ 8:16 AM
I like it
સાધના વૈદ્ય said,
November 17, 2015 @ 4:31 PM
ખરતા એ પીળા પાન ની લીલા થઇ ખિલી ઉઠવા ની જાણે જીજીવિષા
ખુબ સુંદર
rasila kadia said,
November 19, 2015 @ 12:36 PM
સરસ. છેલ્લી બે પન્ક્તિઓ તો બહુ જ ગમી-યક્ષ અને વસન્તનુ વરદાન-અભિવ્યક્તિ સુન્દર
lata hirani said,
November 27, 2015 @ 3:24 AM
આભાર સૌનો.
La Kant Thakkar said,
November 30, 2015 @ 12:16 AM
નાઈટમેર કે વિશફુલ થીંકીંગ? ” ..કોઈ ભીનાશ પીળા પાનને કામ આવે ખરી ?!
“ચમત્કારો હજીયે ઘટે !/ઘટી શકે”માં “શ્રધ્ધા-આસ્થા” એક ” હોની પરનો “વિશ્વાસ ” જૂદું દૃષ્ટિ-બિંદુ –
સઘન પ્રયતનોસહ આશાવાદી પણું ! ક્યારેક પીળા પાનમાં ” એક ચાર્મ-ગ્રેસ”ની ચમક-ઝલક બતાવી શકે ! એ સમગ્રપણે નકારી ણ જ શકાય ! “કુછ ભી હો સકતા હૈ ”
“..એ પ્રતીક્ષા કરે છે………………………………………………………………………………….. ”
ઝીંદગી “…પ્રલં………………………………………………………………………..બ “પ્રતીક્ષાનું
બીજું નામ જ !
Anil Shah.Pune said,
September 6, 2020 @ 2:46 AM
પાન ખરી પડ્યું, હજુ શ્વાસ છે બાકી ,
કોઈ ઉપાડી ને સારવાર કરે, થોડી આશ છે બાકી ,
હજુયે લીલું છું હું તડકો અભડાયો નથી,
જોઈ લો તમે પણ છેલ્લી વાર, ભીનાશ છે બાકી,
તારા જ સ્પર્શ ની રાહ જોવા નો સમય છે,
આવી જા તું તારી જ તલાશ છે બાકી…..