પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
વિવેક ટેલર

ગુજારી નાખીએ – શ્યામ સાધુ

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?

એક પળ બસ એક પળ આપી જુઓઃ
કેવું જીવનને મઠારી નાખીએ!

ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ

સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?

– શ્યામ સાધુ

કેટલાં સરળ શબ્દોમાં કેટલી સુંદર વાત…….!

8 Comments »

  1. CHENAM SHUKLA said,

    September 29, 2015 @ 4:02 AM

    આ કવિની રચનાઓમાં ખરેખર વિવિધતા અને શબ્દ ગૂંથણી અદભુત હોય છે …..

  2. KETAN YAJNIK said,

    September 29, 2015 @ 5:29 AM

    હજુ સેઇફ્નિ આપેલિ “જીન્દગી ” મળી નથી કે માણી નથી ત્યાં ” સહાયમ” કહે તેમ ” ગુજારી નાખીએ”
    करिष्ये वचनम् तव

  3. Harshad V. Shah said,

    September 29, 2015 @ 7:29 AM

    Very heart touching poem.

  4. yogesh shukla said,

    September 29, 2015 @ 11:29 AM

    વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
    પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?
    રચના ની શરૂઆત ની જ પંક્તિ તમને પૂરી કવિતા વાંચવા મજબુર કરે ,
    વાહ કવિ શ્રી વાહ ,…

  5. ધવલ said,

    September 29, 2015 @ 11:47 AM

    વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
    પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?

    – સલામ !

  6. suresh shah said,

    September 30, 2015 @ 2:23 AM

    classy
    enjoyable.

    all the best

  7. Harshad said,

    September 30, 2015 @ 7:45 PM

    Beautiful.

  8. kantilal sopariwala said,

    May 26, 2024 @ 6:28 PM

    ખુબસુંદર ભાષા માં જીવન નો પરિચય કરાવ્યો છે
    શ્યામ સાધુ લેખક શ્રી એ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment