તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
વિવેક મનહર ટેલર

(-) – યોગેશ જોષી

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

– યોગેશ જોષી
(૧૭-૦૯-૧૯૭૮)

કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…

8 Comments »

  1. harish shah said,

    September 25, 2015 @ 4:02 AM

    Classic and the most influential expression in such a beautiful way.

  2. yogesh shukla said,

    September 25, 2015 @ 8:01 AM

    ભૂતકાળ ના પ્રેમ ના મિલન ની અનુભૂતિ રચના દ્વારા કરાવી દીધી ,

  3. nehal said,

    September 25, 2015 @ 12:05 PM

    Waah. .

  4. ધવલ said,

    September 25, 2015 @ 12:33 PM

    વાહ !

  5. Shah Pravinchandra Kasturchand said,

    September 25, 2015 @ 3:19 PM

    વાહ !
    ખૂબ સરસ!
    છંદને પણ ભુલાવી દે એવી અછાંદસ રચના.

  6. Harshad said,

    September 30, 2015 @ 8:12 PM

    Wow
    Bahut khub.

  7. DINESH MODI said,

    October 3, 2015 @ 2:51 PM

    મનથિ તો ભુલાતુ નથિ . તર્જનિ જ નહિ, રોમ રોમમા સુવાસ, વરસો બાદ પ્રસરિ રહિ.

  8. અનિલ શાહ. પુના. said,

    August 21, 2020 @ 12:54 AM

    ખૂબ સરસ આંતરસૂઝ થી લખેલું,આ આંછદસ…..
    હિંચકે બેઠો હતા ને એક દુપટ્ટો મારા ચહેરા ને પંપાળી ગયો,
    તારા શ્વાસો ની સુગંધ ભરી પવન ફરી હિંડોળે ચઢ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment