એકલાં જવાના – બરકત વિરાણી ‘બેફામ’
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
-બરકત વિરાણી ‘બેફામ’
નગ્ન સત્ય……unadulterated truth
Rajnikant Vyas said,
September 15, 2015 @ 8:26 AM
સાંઇ મકરન્દનો પડઘો સંભળાયો.
ખૂબ સુંદર કાવ્ય!
એકલાં જવાના – બરકત વિરાણી ‘બેફામ’ | વિજયનું ચિંતન જગત- said,
September 15, 2015 @ 9:37 AM
[…] https://layastaro.com/?p=13064 […]
KETAN YAJNIK said,
September 16, 2015 @ 9:59 AM
વીરાની હોય એકલતા તોયે તેમાં છે યાદીની બરકત તમારી બેફામ
MAheshchandra Naik ( Canada ) said,
September 16, 2015 @ 9:42 PM
અફ્લાતુન ગઝલ,’બેફામ’ નુ આપણૅ માટૅ કાયમી સંભારણુ બની રહે એવી ગઝલ્…..
Chandrakant Gadhvi said,
January 10, 2016 @ 4:16 PM
કેવુ અદભુત નામ ! બરકત હોય સાથે વેીરાનેી, બેફામ ! ગુજરાતેી ગઝલ ના જ્વલન્ત સિતારા. આજે ય યાદગાર એમનાજ ગેીત ગઝલ નઝમ….ઝિન્દગેી નેી નસ નસથેી વાકેફ
એકલતા નેી અદભુત રચના, બહુજ પ્રખ્યાત અને ભજન જેમજ ગવાય. આન્ખો મા ગન્ગા જમના આવે….બહુજ સુન્દર…