એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
હિતેન આનંદપરા

કેમ નથી રે બદલાતું – સરૂપ ધ્રુવ

કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઇ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

મારી અંદર ઉથ્થલપાથલ ચાલે કંઇક સદીથી,
કાંઠા તોડું ધમરોળી દવ શીખું કંઇક નદીથી,
હમણાં તો ગુમરાતો અંદર, તડતડ કંઇ ગુમરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

-સરૂપ ધ્રુવ

આ કાવ્ય નેટ ઉપર વાંચ્યું. કવયિત્રીનો મને ઝાઝો પરિચય નથી, તેઓનું કોઈ પુસ્તક પણ પાસે નથી. જે સ્વરૂપમાં નેટ ઉપર વાંચ્યું તે જ સ્વરૂપમાં મૂકું છું.

કાવ્ય પ્રત્યે આકર્ષાવાનું કારણ એ કે ભલે વિષય જૂનો છે પણ કવયિત્રીના શબ્દોમાં એક અનોખી સચ્ચાઈ વંચાય છે……કાવ્ય દિલમાંથી બહાર આવ્યું છે….ઈમાનદાર આક્રોશ છે……

6 Comments »

  1. Harshad said,

    August 31, 2015 @ 7:53 AM

    Really beautiful.

  2. KETAN YAJNIK said,

    August 31, 2015 @ 10:05 AM

    હવે તો યુદ્ધ એ જ્ કલ્યાણ

  3. Pratik said,

    August 31, 2015 @ 10:15 PM

    કવિયત્રી શબ્દ ખોટો છે. કવયિત્રી લખવુ જોઇયે.
    સરૂપ ધ્રુવ જાણીતા કવયિત્રી છે.

  4. તીર્થેશ said,

    September 1, 2015 @ 2:55 AM

    my reading is too limited so i was not aware of this poetess…. your point abt spelling is very welltaken and correct. will rectify it

  5. perpoto said,

    September 1, 2015 @ 4:37 AM

    માણસજાત ખરેખર સજાગ છે?
    તાજેતરમા લખેલુ મારુ haiku (અનુસ્વાર કેમ લખવુ ? કીબોર્ડ ખુલતુ નથી)

    બીડી ફુકતા
    વાચુ છુ ચેતવણી
    ઊડી ધુમાડે

  6. Dhaval Shah said,

    September 4, 2015 @ 8:43 AM

    સરૂપ ધ્રુવની તો એક જ કવિતા કાફી છે કોઈને પણ એમના આજીવન ‘ફેન’ બનાવી દેવા માટે…. જરા મોટેથી એમની કવિતા ‘સળગતી હવાઓ’ (https://layastaro.com/?p=623) વાંચી જુઓ… તમારા લોહીમાં થનગનાટ ન આવી જાય તો પૈસા પાછા !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment