હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા

તમે અમારાં ગુરુ – નટરાજ બ્રહ્મભટ્ટ

તમે અમારાં ગુરુ મીરાં !
તમે અમારાં ગુરુ
રોજ હવે તો હરિરસ ભાવે, ઘર લાગે છે તૂરું
મીરાં ! તમે અમારાં ગુરુ.

અમે તમારા શબ્દોની આંગળિયું પકડી ચાલ્યા,
અમે તમારા ભાવભુવનમાં ગગન ભરીને મ્હાલ્યા
તમે બતાવ્યું નામ, ઠામ ઠેકાણું પૂરેપૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.

તમે કંઠમાં કેદ કર્યાં’તાં મોરપિચ્છ ને વેણુ
અમે તમારી કંઠી બાંધી, ઘટનું એ જ ઘરેણું
શ્વાસ હવે તો શામળિયો ત્યાં કોણ કરે કંઈ બૂરું !
મીરાં ! તમે અમારાં ગુરુ.

ગુરુ અમોને માંડ મળ્યાં છે ઘટમાં ઘાયલ ઘેલાં
રાત દિવસ બસ રાતામાતા એ જ ચીલામાં ચેલા
બાઈ મીરાંને લખવાનું કે તમે ઝૂર્યાં એમ ઝૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.

– નટરાજ બ્રહ્મભટ્ટ

ગઈકાલે ગુરુપૂર્ણિમા ગઈ… એના ઉપલક્ષમાં આજે એક મજાનું ગીત…

8 Comments »

  1. rasikbhai said,

    August 1, 2015 @ 8:27 AM

    બહુ સુન્દર તાજગિ ભર્યુ ગિત્.

  2. વિજયનું ચિંતન જગત- said,

    August 1, 2015 @ 9:39 AM

    […] તમે અમારાં ગુરુ – નટરાજ બ્રહ્મભટ્ટ […]

  3. Yogesh Shukla said,

    August 1, 2015 @ 10:24 AM

    સુંદર રચના , શ્રી નરસિંહ મેહતા યાદ આવ્યા ,

  4. Rasik juthani said,

    August 1, 2015 @ 1:42 PM

    ર ગે ર્ ગ

  5. Rasik juthani said,

    August 1, 2015 @ 2:04 PM

    Rage rag ma Mira mira no nad gundi uthyo. Must geet. Congrats.

  6. Pravinchandra said,

    August 2, 2015 @ 2:36 PM

    જરા પણ કે’વા જેવું બાકી રાખ્યું નહીં.
    કવિતા લખવી તો આવી લખવી રહી.
    ‘ને ના લખાય તો ક્ંઈ વાંધો નૈ,ભાઈ.
    પણ કવિતાતો આવી જ લખવી રહી.

  7. Poonam said,

    August 3, 2015 @ 2:59 AM

    Nice 1…

  8. Harshad said,

    August 8, 2015 @ 10:21 PM

    Very nice. After long time enjoyed something
    about Meera!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment