ગઝલ – દિલીપ રાવલ
આપણી આટલી અરજ સાંઈ,
ના પડે કાંઈ પણ ગરજ સાંઈ.
આપ આપો મને સમજ સાંઈ,
કઈ રીતે રહી શકું સહજ સાંઈ.
આપણે સાવ એક રજ સાંઈ,
આપણો ઈશ છે સૂરજ સાંઈ.
શ્વાસ લેવા ને જીવતા રહેવું,
આપણી આટલી નીપજ સાંઈ.
એની ઇચ્છાની નોબતો વાગે,
આપણાં વાગશે શું ગજ સાંઈ.
એક અંધાર રાત આવી તો,
ઊગશે કંઈક નવા સૂરજ સાંઈ.
તું હી તું નો જો સૂર લાગે તો,
આપણી પણ બને તરજ સાંઈ.
– દિલીપ રાવલ
RAKESH said,
July 10, 2015 @ 3:05 AM
વાહ!
yogesh shukla said,
July 11, 2015 @ 12:18 AM
સાંઈ રચના
rekha said,
July 11, 2015 @ 1:32 AM
થોડામા ઘણૂ-
Pravin Shah said,
July 11, 2015 @ 12:05 PM
અદભુત રચના……તું હી તું નો જો સૂર લાગે તો…….તો…તો…..
Harshad said,
July 12, 2015 @ 10:18 AM
સરસ સુન્દર !!
સંદીપ ભાટિયા said,
July 13, 2015 @ 3:18 AM
વાહ, દિલીપ. ખૂબ સુંદર ગઝલ.
kantilal sopariwala said,
October 31, 2024 @ 7:21 PM
અરજ ગરજ ને રજ ને સુંદર તાંતણાઓ થી ગુંથી એક ઉત્તમ પ્રકાર ની રચના આપની લયસ્તરો ના દરવાજે ગુંજી રહીછે ખુબજ અભીનંદન