ક્યાં જશે – દિલીપ મોદી
મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?
શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
– દિલીપ મોદી
અભાવની અભિવ્યક્તિ…. ત્રીજો અને ચોથો શેર વધુ સરસ થયા છે.
pragnaju said,
August 21, 2008 @ 12:48 AM
ખૂ બ ભા વ વા હી ગઝલ
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
વાહ
અબ્બાસ યાદ આવ્યા
પાગલ હ્રદય આ લાગણી પણ ક્યાં સુધી જશે!
ઠોકર જો મળશે માર્ગમાં પાછી વળી જશે!
Pinki said,
August 21, 2008 @ 2:39 AM
મક્તાનો શેર તો કાબિલે દાદ છે.
સરસ ગઝલ….. ધવલભાઈ
Pravin Shah said,
August 21, 2008 @ 7:32 AM
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?
સુંદર ગઝલ !
ડો.મહેશ રાવલ said,
August 21, 2008 @ 12:51 PM
દિલીપભાઈ!
ભાવસાતત્ય સરસ જાળવ્યું છે !
એકંદરે,ગઝલ સારી લખાઈ છે.
તેજસ શાહ said,
July 21, 2009 @ 4:17 AM
વાહ! સુંદર ગઝલ!