ક્યારેક – સોનલ પરીખ
ક્યારેક
તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
તને દરેક રીતે મુક્ત રાખવાનું
ક્યારેક
મને બધી રીતે બંધાઈ જવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
દરેક રીતે મુક્ત રહેવાનું
બાંધવા-બંધાવાની ઇચ્છા પાછળ
પડછાયો છે એક એસલામતીનો
મુક્ત રાખવા-રહેવાની પાછળ ડોકાય છે
એક બીજી અસલામતી
મારું સત્ય
આ બે કિનારાની વચ્ચે
ક્યાં છે ?
– સોનલ પરીખ
એક પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે કશાયના ખટકા વિના સડસડાટ આગળ વધતી કવિતા અંતે જ્યારે પ્રશ્ન પર આવીને અટકે છે ત્યારે બે ઘડી આપણને પણ સવાલ થાય કે આ પ્રશ્ન તે ખાલી કવયિત્રીનો કે આપણા સહુનો ?
Rina said,
July 2, 2015 @ 12:59 AM
waahhhhh
Rajul said,
July 2, 2015 @ 2:11 AM
Nakhshikh sundar kruti..
ravindra Sankalia said,
July 2, 2015 @ 9:55 AM
ક્વિતા ખુબ ગમી. પ્રશ્નો સનાતન છે. ઉકેલ શોધવા આપણે બધાજ હજી મથી રહ્યા છીએ.
ketan yajnik said,
July 2, 2015 @ 10:11 AM
આ જ તો યક્ષ પ્રશ્ન છે
Harshad said,
July 2, 2015 @ 10:30 PM
Llke it.
મીના છેડા said,
July 3, 2015 @ 12:22 AM
સુંદર!
nehal said,
July 3, 2015 @ 12:32 AM
Waah. .