અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

રાખું છું – મહેશ દાવડકર

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.

ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.

રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.

ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.

– મહેશ દાવડકર

8 Comments »

  1. yogesh shukla said,

    June 8, 2015 @ 2:32 PM

    ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
    હું મને ખાલી સાવ રાખું છું.
    – મહેશ દાવડકર
    સરસ વિષય સાથેની રચના

  2. Suresh Parmar said,

    June 9, 2015 @ 3:41 AM

    સરસ ગઝલ છે.

  3. Rajnikant Vyas said,

    June 9, 2015 @ 3:47 AM

    જીવું છું એવું લાગે એથી તો,
    રોજ થોડો તનાવ રાખું છું.
    બહુ સુંદર પંક્તિઓ. જીવનની અનુભૂતિ માટે તણાવ જોઇએ. અજવાળાની અનુભૂતિ માટે અંધકાર જરૂરી છે. તણાવ વગરનું જીવન વિચારી ન શકાય.

  4. Dhaval Shah said,

    June 9, 2015 @ 9:04 AM

    મૂળ પકડાઈ જાય પીડાનું,
    એથી તાજા હું ઘાવ રાખું છું.

    સરસ !

  5. nehal said,

    June 9, 2015 @ 1:36 PM

    પાર જઈને હું ત્યાં કરું પણ શું?
    બસ હું તો તરતી નાવ રાખું છું.

    મૂળ પકડાઈ જાય પીડાનું,
    એથી તાજા હું ઘાવ રાખું છું…waah saras!

  6. Harshad said,

    June 10, 2015 @ 8:10 PM

    OMG!! Bhai bahut khub. Sache j dilthi gami gai GAZAL.

  7. વિવેક said,

    June 11, 2015 @ 9:41 AM

    મજાની ગઝલ…

  8. aasifkhan said,

    June 16, 2015 @ 12:39 PM

    સુન્દર ગઝલ
    વાહ્હ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment