વધારે છે – ભરત વિંઝુડા
આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !
એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !
તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !
તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !
પૂછ સંસાર છોડનારાને
શું અનુરાગથી વધારે છે !
– ભરત વિંઝુડા
રદીફ “વધારે” પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી વધારે મજા આવે એવી ગઝલ…
ભરત વિંઝુડા એમના છઠ્ઠા ગઝલસંગ્રહ “લાલ લીલી જાંબલી” સાથે ગુજરાતી ગઝલરસિકો સામે ઉપસ્થિત થયા છે એ પ્રસંગે એમનું સહૃદય સ્વાગત…
mehul patel said,
May 28, 2015 @ 3:16 AM
બિજો શેર આહા અદ્ભુત
રાકેશ ઠક્કર said,
May 28, 2015 @ 3:59 AM
વાહ !
તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !
yogesh shukla said,
May 29, 2015 @ 12:30 AM
સરસ રચના
Harshad said,
May 30, 2015 @ 8:59 AM
Beautiful
Sudhir Patel said,
June 5, 2015 @ 10:39 PM
વાહ, ગઝલિયતથી ભરપૂર ગઝલ
કવિશ્રી ભરત વિંઝુડાને અઅભિનંદન સાથે શુભેચ્છાઓ!
સુધીર પટેલ.