Divorcee !! – નેહા પુરોહિત
સવારે એક ચકલી આવીને શાંત ઘરમાં શોર ભરી ગઈ.
ને ગાય આંગણે ઊભીને ભાંભરી,
રાતની વધેલી રોટલીની આશાએ.
કાછિયાએ શાકભાજી વાજબી ભાવે આપ્યા,
ધોબી ઇસ્ત્રી કરીને સમયસર આપી ગયેલો.
સાંજ પણ સમયસર પડેલી,
રાત પણ !
એકાદવાર મારી નજરેય અધખુલ્લા દરવાજે અથડાયેલી, પણ…..
એટલું કહે
આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલા ?
– નેહા પુરોહિત
છૂટાછેડાનો અર્થ પુરુષ માટે ગમે તે હોય, સ્ત્રી માટે કંઈક અલગ જ છે. નેહાની આ કવિતામાં આ સમ્-બંધવિચ્છેદમાં સ્ત્રી-સમ્-વેદન નગ્ન છરીની જેમ આપણા અહેસાસને આરપાર ચીરીને લોહી નીંગળતો કરી મૂકે છે…. ‘એકાદવાર’ ‘અધખુલ્લા’ અને ‘સહેજે’ શબ્દ પર જરા સાચવીને હાથ મૂકજો… કાંટાળી વાડના કાંટાની જેમ એ તમારી અંદર ખૂંપી ન જાય !
Rina said,
April 2, 2015 @ 2:43 AM
Aaaahhhh
PUSHPAKANT TALATI said,
April 2, 2015 @ 4:21 AM
રચનાનાં શિર્ષક તેમજ રચનાની લાઈનો (લાઈન્સ) ઉપરથી એક વાત પ્રતિત થાય છે કે આ રચના એક છુટાછેડા થયેલા છે તેવી નાયીકા દ્વારા બોલવામાં આવે છે અને રચનાનાં અન્તની લાઈન નો પ્રશ્ન / સવાલ કે –
“એટલું કહે; આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલા ?” – પણ તેમનો જ પ્રશ્ન કે સવાલ છે. અને મને ભરોંસો છે કે જો તેનો જવાબ ફક્ત “હા” એટલોજ નાયીકા ને કાને પળે કે તરત જ છુટાછેડા ફોક જ થઈ જાય તેવી વાસ્તવિક સિચ્યુએશન રચનાકારે ઊભી કરી દીધી છે.
વાહ – વાસ્તવિકતા તથા સ્ત્રી સહજ વ્રુતિનાં સચોટ દર્શન કરાવતી તથા તેની અંદરની ઈચ્છા તથા want નો સાક્ષાતકાર કરાવતી આ રચનાને અઢળક સલામ – સલામ – સલામ.
રચના ખુબ જ સરસ લાગી. – પુષ્પકાન્ત તલાટી
rajul b said,
April 2, 2015 @ 6:37 AM
એકાદવાર’ ‘અધખુલ્લા’ અને ‘સહેજે’ શબ્દ પર જરા સાચવીને હાથ મૂકજો… કાંટાળી વાડના કાંટાની જેમ એ તમારી અંદર ખૂંપી ન જાય
Ohh.. sachu!
yogesh shukla said,
April 2, 2015 @ 11:40 AM
સરસ મઝાની રચના ,
Kishore Modi said,
April 2, 2015 @ 9:57 PM
આ કાવ્યની વેદના હ્દયને વીંધીને આરપાર નીકળે છે.મારા દિલી અભિનંદન કવયિત્રીને.
Apoova said,
April 2, 2015 @ 11:16 PM
Saras rajuat, pan shirshak Kathyu.gujarati kavitane vali parku Shirshak ? Mane yaad chhe gujarati na shikshak Vadhu english sambhashan kare,,,!,,,
ketan yajnik said,
April 2, 2015 @ 11:30 PM
વેદનાની સંવેદના ને સંવેદનાની વેદના
વેદન્નામાં સંવેદના ને સંવેદનામાં વેદના
કે
સમવેદના ની વેદના
વિવેક said,
April 3, 2015 @ 3:04 AM
@ અપૂર્વ:
કવિતા ભલે કોઈ ભાષામાં લખાતી કેમ ન હોય, મૂળભૂતપણે એ ભાષાતીત છે… ભલે શબ્દ એ કવિતાનું મુખ્ય ઉપાદાન કેમ ન હોય, કવિતામાં શબ્દ કરતાં વધુ મહત્વ એના કારણે ભાવકના ચૈતસિક તંત્રમાં થતા ફેરફારનું છે. ભાષા નદી જેવી છે. સમય સાથે એમાં અલગ અલગ વહેણ ભળતાં જ રહે છે. અંગ્રેજી ભાષાને બોલચાલમાંથી કાઢી શકાય તો જ કવિતામાંથી પણ કાઢી શકાય.
“ટેબલ-ખુરશી” આપણે બોલીએ છીએ ત્યારે આપણને એ ખબર નથી હોતું કે બેમાંથી એકપણ આપણી ભાષાના શબ્દ નથી. ટેબલ એ અંગ્રેજી છે અને ખુરશી એ અરબી શબ્દ છે અને કમાલ તો જુઓ, આપણી ગુજરાતી ભાષામાં બંને એક-મેકમાં ઓગળીને કેવા શ્વસી રહ્યા છે !
ડિવૉર્સી શબ્દ માટે ગુજરાતી ભાષામાં કોઈ એક જ શબ્દ હોય એવું મારી જાણમાં નથી. આપ કોઈ સહાય કરી શકશો તો ઉપકૃત રહીશ.
vineshchandra chhotai said,
April 5, 2015 @ 4:24 PM
વેદના ના ગિતો તો બહુજ અઘ્રરા ………….બેન . મુજ ને લાગે ………………………આ વાત સમજ્તા કદાચ બહુ જ સમય લાગિ જાયે ……………………………………સરસ પ્રય્ત્ના ને બહુજ સરસ ………………હર્દિક અભિનદન ………ને ધન્ય્વાદ