શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.
વિવેક ટેલર

જવાયું છે – નીલેશ પટેલ

જાતથી બ્હાર નીકળાયું છે,
કેટલું વિસ્તરી જવાયું છે !

મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું,
મુક્ત અંધારથી થવાયું છે.

ટીકા કરવાનું છોડ, ટેકો કરે,
એ પૂજા કરતાં પણ સવાયું છે.

આપણી પાસે શું હતું પહેલાં ?
ને શું હજુ સંઘરી શકાયું છે ?

આવો, પરવાનગી વગર આવો,
જે રીતે સ્વપ્નમાં અવાયું છે.

ધૂળ ચાલી ગઈ પવન સાથે,
કાંકરાથી રહી જવાયું છે.

– નીલેશ પટેલ

સરળ ભાષા. મજાની વાત. સુંદર ગઝલ. બધા જ શેર મનનીય.

6 Comments »

  1. સુનીલ શાહ said,

    June 6, 2015 @ 5:03 AM

    Umda gazal. Aekek sher panidar.maza padi

  2. Rakesh Thakkar, Vapi said,

    June 6, 2015 @ 8:03 AM

    સ્રરસ વાત…. વાહ !
    ટીકા કરવાનું છોડ, ટેકો કરે,
    એ પૂજા કરતાં પણ સવાયું છે.

  3. ketan yajnik said,

    June 6, 2015 @ 11:00 AM

    સોયના નાકામાંથી નીકળ્યા અને પરોવાઇ ગયા એવી સાદી સરળ અને સીધ્ધી વાત
    ગમી.

  4. yogesh shukla said,

    June 6, 2015 @ 7:54 PM

    ટીકા કરવાનું છોડ, ટેકો કરે,
    એ પૂજા કરતાં પણ સવાયું છે.

    હલકી ફૂલકી રચના , સરસ

  5. Chandrakant Gadhvi said,

    June 8, 2015 @ 4:07 PM

    સરસ રચના અને અદ્દભુત ખ્યાલ . ધન્યવાદ.

  6. Harshad said,

    June 8, 2015 @ 5:57 PM

    Like it. Sunder kruti.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment