એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !
– મનોજ ખંડેરિયા

ગઝલ – રઈશ મનીઆર

કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે
હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે

પહોંચી નથી હું શકતો અંદર.. બહુ નડે છે
આ આસપાસ સ્થાપ્યા ઇશ્વર બહુ નડે છે

વિસ્તરવું રોડને છે, તરુવર બહુ નડે છે
ઊગવું છે તૃણને પણ ડામર બહુ નડે છે

નૌકાને આમ જો કે પાણી વગર ન ચાલે
એમાં જ એ ડૂબે છે, સાગર બહુ નડે છે

સાથી બની બનીને જોડાય જે શરૂમાં
યાત્રામાં એ જ સઘળાં આખર બહુ નડે છે

બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે
જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે

થઈને સહુના અંતે તો એકલું જ લાગે
જ્યાં પ્રેમ જોઈએ ત્યાં આદર બહુ નડે છે

– રઈશ મનીઆર

પરંપરાના મિજાજને જાળવીને ઉઘડતી મજાની ગઝલ.

10 Comments »

  1. Rajnikant Vyas said,

    June 13, 2015 @ 3:32 AM

    એક એક શેર કાબિલે-તારિફ.

  2. Suresh Parmar said,

    June 13, 2015 @ 3:47 AM

    “જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે”
    વિચારવા લાયક બાબત…..સરસ રચના.

  3. Jigna Trivedi said,

    June 13, 2015 @ 5:49 AM

    મસ્ત ગઝલ રઈશભાઈ., માણવાની ખૂબ મજા આવી.

  4. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    June 13, 2015 @ 9:46 AM

    એક એક શેર કાબિલે-તારિફ.માણવા લાયક
    થઈને સહુના અંતે તો એકલું જ લાગે
    જ્યાં પ્રેમ જોઈએ ત્યાં આદર બહુ નડે છે
    – રઈશ મનીઆર
    ભીડ માં સૌથી અલગ (અતડા?)એકલા પડ્યે સૌની યાદ નો સહારો!
    કિશોર કુમારને પ્લે બેક આપેલ રફીના ગીત મુજબ કહું તો ,
    “મન મોરા બાવરા..(૨)
    નિસ દિન ગીત મીલન કે .. મન મોરા બાવરા.. (ગીત ની લીંક આપુ છું..)
    અને મનમાંકડા ની ખસરત એવી હોય છે કે જે સતત નજર સામે સતત સાથે હોય એની કિંમત કોડી ની , અને સાથ છૂટ્યે એનેજ સતત તરસવું અને તડપવું.

  5. ketan yajnik said,

    June 13, 2015 @ 10:06 AM

    ગમી

  6. yogesh shukla said,

    June 14, 2015 @ 7:18 PM

    સાથી બની બનીને જોડાય જે શરૂમાં
    યાત્રામાં એ જ સઘળાં આખર બહુ નડે છે

    બહુજ સુંદર રચના
    બધાજ શેર મા આ શેર કઈક સંદેશ દઈ જાય છે ,

  7. aasifkhan aasir said,

    June 15, 2015 @ 5:39 AM

    ઇશ્વર બહુ નડે

    સરસ

  8. Mukesh Vora said,

    June 18, 2015 @ 3:24 AM

    ખુબ જ સરસ
    નડે છે
    દરેક શેર સુન્દર આત્મ નિરક્ષણ કરવાનિ જરુર છે
    આપણો અન્હકાર ખુબ નડે છે

  9. Mukesh Vora said,

    June 18, 2015 @ 3:46 AM

    બહુ નડે છે

    ખુબ સુન્દર રચના

    અન્તર આત્મા ને ઓળખવાનો છે

    અન્હ્કાર બહુ નડે છે

  10. ashok trivedi said,

    June 18, 2015 @ 6:40 PM

    mast mast mast

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment