વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં – આદિલ મન્સૂરી
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !
કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
– આદિલ મન્સૂરી
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !
Jayesh Bhatt said,
July 19, 2008 @ 3:10 AM
અએક્દમ સરસ ખરેખર મન ઝુમિ ઉઠ્યુ. પણ આવુ વાતાવરન આજકાલ કયા જોવા મલે ? કયાય નહિ બરાબર ?
જયેશ્
manhar m.mody said,
July 19, 2008 @ 4:58 AM
આદીલ સાહેબની ગઝલ ખુબજ સરળ અને સાર્થક. વરસાદની મોસમના વર્ણન સાથે કેવી માર્મિક ચોટ !
-‘મન’ પાલનપુરી
varsha tanna said,
July 19, 2008 @ 4:59 AM
સરસ કવિતાના વરસાદમાઁ ભેીઁજાવાનેી મજા આવેી ગઈ.
Shah Pravinchandra Kasturchand said,
July 19, 2008 @ 7:11 AM
આમતેમ ચારેકોર જુઓ બસ પાણી જ પાણી.
પૃથ્વિ કેવી થઈ ગઈ પાણી પાણી વરસાદમાં..
pragnaju said,
July 19, 2008 @ 9:39 AM
આદિલની માદક ગઝલ
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
ામારા દિલ દિમાગ પણ પલળી ગયા!
Dilipkumar K. Bhatt said,
July 19, 2008 @ 4:00 PM
વરસાદનુ નામ પડે ત્યા ભીનુ થૈ જવાય છે અને અમારા રીવાજ મુજબ ગરમ ગરમ ભજીયા ખાવાની
Mansuri Taha said,
July 20, 2008 @ 12:37 AM
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલી સચોટ વાત કહી છે આદીલ સાહેબે.
mahesh dalal said,
July 21, 2008 @ 3:37 PM
વાહ વાહ્. હવા ભઇનજૈ ગૈ.. વર્સાદ ના વાતાવરન નઇ ખુબ સુન્દર રચના . હૈઉ ભઇનુ થે ગઉ..
Mansuri Taha said,
July 21, 2008 @ 11:24 PM
આદિલ સાહેબ ની જ એક બીજી રચના વરસાદ પર.
મૂળમાં ભીનાશ છે બાકી “ફરીદ”,
નામ પાડ્યું ફોઇએ વરસાદમાં.
જેની ડાળો આકાશને આંબી રહે,
બીજ ઐસે બોઇએ વરસાદમાં.
(આદિલ સાહેબનું મૂળ નામ ફરીદ મોહમંદ છે.)
આ ગઝલ લયસ્તરો પર ઉપલબ્ધ કરાવો તો આપનો ઘણો ઘણો આભાર.
parth said,
July 23, 2008 @ 8:34 AM
વરસાદનુ નામ પડે ત્યા ભીનુ થૈ જવાય છ સરસ કવિતાના વરસાદમાઁ ભેીઁજાવાનેી મજા આવેી ગઈ.
kalpn said,
August 3, 2008 @ 1:22 AM
very good dear vivek
nirlep bhatt said,
November 7, 2008 @ 4:34 PM
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
excellent
visit said,
May 20, 2009 @ 8:23 AM
Howdy! Great site. Great content. Great! I can recommend this site to others!
DARSHIT ABHANI said,
July 23, 2015 @ 5:07 AM
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં…..
વાહ…વાહ…..લાજવાબ શેર…..