ગઝલ – હનીફ સાહિલ
એકીટશ એકધારી જાગે છે,
આ પ્રતીક્ષા બિચારી જાગે છે.
એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.
તું ગઈ જાણે કે વસંત ગઈ,
બાગ જાગે છે, ક્યારી જાગે છે.
સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,
કોઈ દીવાને ઠારી જાગે છે.
વાટ જોઈને તપ્ત આ આંખો,
ઓશીકે અશ્રુ સારી જાગે છે.
સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.
કાલ જાગ્યો’તો પ્રતીક્ષામાં ‘હનીફ’,
આજ એની છે વારી, જાગે છે.
– હનીફ સાહિલ
જાગરણની ગઝલ… એક-એક શેર પાણીદાર…
yogesh shukla said,
May 29, 2015 @ 12:32 AM
સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.
વાહ ભાઈ વાહ કવિ શ્રી
Suresh Parmar said,
May 29, 2015 @ 3:15 AM
સરસ ગઝલ.
રાકેશ ઠક્કર, વાપી said,
May 29, 2015 @ 4:54 AM
ખરેખર એક-એક શેર પાણીદાર…
એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.
ketan yajnik said,
May 29, 2015 @ 7:44 AM
સરસ
Rajnikant Vyas said,
June 2, 2015 @ 3:20 AM
જાગરણ બન્ને તરફ છે. આજે એક જાગે છે તો કાલે બીજાની વારી છે. આજે જે એક અનુભવે છે તે કાલે બીજું અનુભવશે. પ્રેમમાં એકલતા પરસ્પર અનુભવાય છે. છેલ્લો શેર બહુ સચોટ.
સરસ ગઝલ.
Harshad said,
June 7, 2015 @ 2:19 AM
Like it. Brauutiful