સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ

ગઝલ- નેહા પુરોહિત

parpota ni jaat

ટપકતાં ટપકતાં કરી જાય ખાલી,
શું અશ્રુ જ મારી છે જાહોજલાલી ?

વિરહની વ્યથા એ તો શણગાર મારો,
ન હાથોમાં મહેંદી, નયન માંહે લાલી.

પ્રતીક્ષાની સરહદ વળોટાય ક્યાંથી ?
મને મારાં પગલાં જ દે હાથતાલી.

આ મનનું તો એવું કે ભાગ્યા કરે પણ,
દિવસ રાત વાતો તો તારી જ ચાલી.

ન સમજાઈ માયા કદી ઈશ તારી,
ન આપ્યું ભરીને, ન રાખીયે ખાલી.

– નેહા પુરોહિત

ગુજરાતી કવયિત્રીવિશ્વમાં “પરપોટાની જાત” લઈને ભાવનગરથી નેહા દબદબાપૂર્વક અને પૂર્ણ અધિકારપૂર્વક પ્રવેશે છે. નેહાના ગીત-ગઝલ-અછાંદસમાંથી પસાર થતાં જ ઊડીને આંખે વળગે છે એની સ્ત્રીસહજ સુકોમળ સંવેદનની ઓરિજિનાલિટિ, લવચિક શબ્દ-વિન્યાસ અને નાવીન્યતાપૂર્ણ અભિવ્યક્તિ… લયસ્તરો તરફથી નેહાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન…

15 Comments »

  1. Ankita Shroff said,

    December 27, 2014 @ 2:20 AM

    પરપોટા માં રહેલા આસુઓની ન સંભાળ એ તો સુકાય ગયા,
    માત્ર પાણી છે તેમ સમજ્યા;

    પરપોટા પારદર્શકનો ખ્યાલ એ તો અહેસાસ,
    બાકી સપપાનો અહેસાસ;

    પરપોટા એવી વેદના ન સંભાળ કોઈને,
    ધ્વનિનો સંવાદ માત્ર ધ્રુજે;

  2. neha purohit said,

    December 27, 2014 @ 2:53 AM

    Thank you so much

    Laystaro par mara sangrah ne pratisaad malyo e mate khushi vyakt karu chhu.

    Ahi aa pahela pan mari rachna.o aswaad sah mukaai chhe..

    Fari ne khub khub aabhaar laystaro…

  3. NARENDRASINH said,

    December 27, 2014 @ 3:11 AM

    અત્યન્ત સુન્દર ગઝલ

  4. rekha said,

    December 27, 2014 @ 3:58 AM

    વાહ નેહા….બહુ સરસ ખુબ ખુબ અભિનન્દન્

  5. Rajnikant Vyas said,

    December 27, 2014 @ 5:16 AM

    ખૂબ સુન્દર ભાવપૂર્ણ ગઝલ.

  6. P.P.M A N K A D said,

    December 27, 2014 @ 5:24 AM

    Excellent. Is there any other better word to praise your ghazal?

  7. Vijay Shah said,

    December 27, 2014 @ 8:40 AM

    વાહ્!

    ન સમજાઈ માયા કદી ઈશ તારી,
    ન આપ્યું ભરીને, ન રાખીયે ખાલી.

    – નેહા પુરોહિત

    બધાજ શેર સરસ પણ તેમા આ શેર વધુ ગમ્યો..

  8. Shah Pravinachandra Kasturchand said,

    December 27, 2014 @ 1:54 PM

    શું કહું?
    મારે જે કહેવું હતું તે તો ઘણાંએ ઉપર કહી દીધું.
    મારે તો એમની હામાં હા જ કહેવાની રહી બાકી.

    હા, આવી સરસ રચના બદલ મારા અભિનંદન ખરા.

  9. Akbarali Narsi said,

    December 27, 2014 @ 2:46 PM

    સરસ,અભિનંદન

  10. Harshad said,

    December 27, 2014 @ 8:45 PM

    Chi. Neha,
    BEAUTIFUL…AWSOME !!!

  11. DINESH MODI said,

    December 28, 2014 @ 12:45 PM

    ફક્ત સ્ત્રેી જ આવુ સરસ કાવ્ય લખિ શકે. ધન્યવાદ .એક વિનતિ ——નિચે લખેલ ગિત અવાજ સાથે મુકિ શકશો , આભાર . માનસ જેવો માનસ પલમા ધુમાદો થઇ જાય એ કોઇ જેવિ તેવિ વાત નથિ

  12. Dr. Manish V. Pandya said,

    December 29, 2014 @ 9:05 AM

    સુંદર રચના. ઉદાસી-સભર, પણ ગમે તેવી રચના.

  13. SHAHADAT MEERZA said,

    December 30, 2014 @ 1:06 PM

    ખુબ સરસ રચના છે, અતિસુંદર રચના નેહાબેન

  14. yogesh shukla said,

    January 4, 2015 @ 9:58 PM

    અતિ સુંદર શરૂઆત ની પંક્તિ

  15. yogesh shukla said,

    January 4, 2015 @ 9:59 PM

    શું અશ્રુ જ મારી છે જાહોજલાલી ?

    અતિ સુંદર શરૂઆત ની પંક્તિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment