કથા મુક્તક – મુકુલ ચોકસી
એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.
– મુકુલ ચોકસી
ચાર લીટીના ચમત્કારો રજૂ કરવાની વાત અનાયાસ જ ગોઠવાઈ ગઈ. ઝેન મુકતક અને કાવ્યો છેલ્લે મૂકેલા એટલે આ મુક્તક તરત યાદ આવ્યું. મુક્તક જેવા ચાર લીટીના નાનકડા પ્રકારમાં આખી કથા કેટલી સહજતાથી અને વળી તીણી અસર સાથે આવી છે. અંગ્રેજીમાં તો આવો – અત્યંત નાની વાર્તાનો પ્રકાર પ્રચલિત છે – જેને flash fiction કહે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ જ શબ્દોમાં એક વાર્તા લખેલી જે આનું ઉત્તમ ઉદાહરણ છે – “For sale: baby shoes, never worn.”
રાહુલ શાહ -સુરત્ said,
July 8, 2008 @ 1:13 AM
મુકુલભાઈ, ખ્રરેખ્રર સ્રરસ્. તીણી અસર છે ત્મારા મુક્તકમા
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.
મને યાદ આવે છે એક્ મુક્તક.
“તળિયા વિનાની વાંસની છાબડીમાં
હું શ્વેત ચંદ્ર મૂકું છું;
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.”
રાહુલ શાહ -સુરત્
કુણાલ said,
July 8, 2008 @ 2:17 AM
વાહ … ખુબ જ ઉત્તમ મુક્તક .. !!
અને અર્નેસ્ટ હેમિંગ્વેની આ ૬ શબ્દોની વાર્તા પહેલી વખત માણી .. !! અદભૂત !! …
ખુબ ખુબ આભાર ધવલભાઈ …
pragnaju said,
July 8, 2008 @ 8:36 AM
ચાર લીટીનું સુંદર કથામુક્તક
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.
ખૂબ સુંદર.
માનસિક તકલીફમાં પણ બીજા પ્રત્યેના વર્તનમાં અને ખાસ કરીને સંતાન પ્રત્યેના વર્તનમાં ગ્રેસ રાખવી જોઈએ.સાચું છે કે કવિ કદી કરુણાસૂનો ન હજો. વળી મુકુલે એક પણ શબ્દ એવો પ્રયોજયો નથી, જેમાં શબ્દકોશની જરુર પડે!
અર્નેસ્ટ હેમિંગ્વેની વાત નીકળી છે તો અર્નેસ્ટ હેમિંગ્વેને પોતાની સર્જનશક્તિમાંથી વિશ્વાસ ઊઠી ગયો અને તેની માનસિક સમતુલા ચાલી ગઈ અને આખરે આપઘાત કર્યો. બ્રિટનની જાજરમાન લેખિકા વર્જિનિયા વુલ્ફે પણ આત્મહત્યા જ કરેલી ! તેને પોતાની એકલતાએ એટલી તો સતાવી કે અંતે મોતને ભેટી ! જર્મન તત્ત્વચિંતક, મહાજ્ઞાની એવા નિત્સે આમ જ મર્યા.
સંતોની દૃષ્ટિએ આ બધા મહાજ્ઞાનીઓએ ‘મૂર્ખાઈ’ કરી કહેવાય.
Pinki said,
July 8, 2008 @ 10:00 AM
સરળ અને સહજ રીતે એક વાતમાં
એક આખી વ્યથાકથા …..!!
સુંદર ભાવાભિવ્યક્તિ !!
Pinki said,
July 8, 2008 @ 10:01 AM
અર્નેસ્ટ હેમિંગ્વેની flash fiction – no words !!
nilamdoshi said,
July 8, 2008 @ 12:27 PM
અહી બાસઠ વરસના ડોસાને બદલે બાવન વરસની ડોસી મૂકી દઇએ તો આ મારી વાત પણ બની જાય.
no more words…
anil parikh said,
July 8, 2008 @ 9:54 PM
આપણી વિચારવાની અનૅ સમજવાની ઊણપ
વિવેક said,
July 8, 2008 @ 10:40 PM
ખૂબ સુંદર અને અસરદાર મુક્તક. ફ્લેશ ફિક્શનવાળી વાત પહેલીવાર જાણી.
Jina said,
July 9, 2008 @ 2:33 AM
છ શબ્દોની એ વાર્તા છેક ઊંડે ઊતરી ગઈ…
– જીના
પટેલ ધર્મેન્દ્ર ભાઈ said,
February 4, 2020 @ 11:37 AM
સભા સંચાલન માટે પંક્તિ મોકલો