ઝેન મુક્તક – અનુ. કિશોર શાહ
તળિયા વિનાની વાંસની છાબડીમાં
હું શ્વેત ચંદ્ર મૂકું છું;
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.
અનુ. કિશોર શાહ
કિશોર શાહે ઓશોના અંગ્રેજી પુસ્તક Signatures on Waterનો ગુજરાતી અનુવાદ ‘જળ પર હસ્તાક્ષર’ નામે કરેલો છે. આ પુસ્તક મૂળ જાપાનીઝ ભાષામાં લખાયેલ ઝેન કાવ્યવારસાને ગુજરાતીમાં માણવાની અનોખી તક છે. ઝેનમાં અનુભૂતિ પ્રધાન છે. એક અંત:સ્ફૂરણાથી આખુ જીવન બદલાઈ શકે છે એ ઝેનની મૂળમાન્યતા છે. સહજને માણવાની, માનવાની અને ઊજવવાની ઝેનમાર્ગમાં પરંપરા છે. ઝેન કવિ-ગુરુઓએ આ નાના નાના સ્ફટિકવત કાવ્યોમાં જગતને નવી દ્રષ્ટિથી જોવાનો કીમિયો છૂપાવેલો છે. જે કાંઈ સમજવા જેવુ છે તે આપણી અંદર જ છે અને દરેક કાવ્ય ખરેખર તો અ-મનમાં પ્રગટેલુ વલય માત્ર છે.
Pravin Shah said,
July 3, 2008 @ 12:14 AM
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું…..
અ-મનને જાગૃત કરવાનો કેવો સુંદર કિમિયો!
આભાર, ધવલભાઇ
એટલે તો ફૂલ ખીલ્યા સ્વપ્નનાં,
આંસુ ભીનું આંખનું આંગણ હતું.
બી.કે.રાઠોડ ‘બાબુ’ ની આ પંક્તિ ખૂબ ગમી.
pragnaju said,
July 3, 2008 @ 9:57 AM
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.
વાંચતાં જ મન ચિંતનમાં ઉતરી જાય…
તેમનું બીજું અછાંદસ યાદ આવે!
મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું ‘?
મલકાઈને એ બોલી
‘ખુલવું-બંધ થવું
પલળવું-સુંકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું’.
મેં પૂછ્યું –
‘તને સંતોષ છે?’
એણે શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’
-કિશોરે. કેટલાક કવિઓના અવાજને કેસેટમાં કૈદ કર્યા છે..બને તો તે મૂકવા વિનંતી
આલમી અ-મનના અલમબરદાને અરબી આલમનો ખિરાજ-એ-અકીદત !
લયસ્તરો » કથા મુક્તક - મુકુલ ચોકસી said,
July 8, 2008 @ 12:20 AM
[…] ચાર લીટીના ચમત્કારો રજૂ કરવાની વાત અનાયાસ જ ગોઠવાઈ ગઈ. ઝેન મુકતક અને કાવ્યો છેલ્લે મૂકેલા એટલે આ મુક્તક તરત યાદ આવ્યું. મુક્તક જેવા ચાર લીટીના નાનકડા પ્રકારમાં આખી કથા કેટલી સહજતાથી અને વળી તીણી અસર સાથે આવી છે. અંગ્રેજીમાં તો આવો – અત્યંત નાની વાર્તાનો પ્રકાર પ્રચલિત છે – જેને flash fiction કહે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ જ શબ્દોમાં એક વાર્તા લખેલી જે આનું ઉત્તમ ઉદાહરણ છે – “For sale: baby shoes, never worn.” […]
rakesh bhatt said,
January 18, 2010 @ 10:38 PM
khud ko jo khud se juda kahe
sant aur sufi use khuda kahe
bemaksad gardise ayaam
tuje jindgi kahe ya kaza kahe