સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
– અનિલ જોશી
ઘણા વર્ષો પહેલા અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ચાહકોના ખૂબ આગ્રહને અંતે અનિલભાઈએ પોતે આ ગીત ગાયું હતું અને મને એ હજુ યાદ છે કે ત્રણથી ચાર વાર વન્સ મોર થયું હતું. લગ્ન જેવા આંનંદના પ્રસંગે તેઓ ખૂબ અચકાતા હતા આ ગીત સંભળાવતા પરંતુ પછીથી ખૂબ ખીલેલા… ઘણા વર્ષે આ ગીત ગઈકાલે રેડિઓ પર સાંભળ્યું અને બધું યાદ આવી ગયું….
Manish V. Pandya said,
October 14, 2014 @ 2:54 AM
આવી સુંદર કવિતાઓ આવે તો જલસા પડી જાય. અનીલ ચાવડાની કવિતા હોય પછીથી કહેવાનું જ શું હોય?
Piyush S. Shah said,
October 14, 2014 @ 6:29 AM
અનીલ ચાવડાની ..?
ધવલ said,
October 14, 2014 @ 8:32 AM
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !
– સલામ !
Manish V. Pandya said,
October 14, 2014 @ 10:24 AM
પિયુષભાઈ,
‘જોશી’ની જગ્યાએ ‘ચાવડા’ લખવામાં ભૂલ થઇ છે. કોમેન્ટ પણ ધ્યાનપૂર્વક વાંચો છો તે જાણી આનંદ થયો. ધ્યાન દોરવા બદલ આભાર.
nehal said,
October 15, 2014 @ 6:09 AM
જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
Waah. ..
Niketa Vyas said,
October 16, 2014 @ 11:15 AM
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !……………વાહ
sid.Uncu.edu.ar said,
October 19, 2014 @ 2:11 AM
sid.Uncu.edu.ar
લયસ્તરો
Harshad said,
October 20, 2014 @ 8:23 PM
BEAUTIFUL !!!!!
Suresh Shah said,
October 31, 2014 @ 9:18 AM
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
સ્વપ્ન અને વાસ્તવિકતાની આ કેવી વાત – કેવી રીતે જીવ્યા ને છતાં યે આવો તો ની આશા.
– સુરેશ શાહ, સિંગાપોર