કૅન્વાસ – હેમેન શાહ
કૅન્વાસ પર એક ઊભી રેખા દોરી હતી
બાકી અવકાશ.
સામે ઊભેલી વ્યક્તિ કહે,
આ તો ગાંધીજી!
આ ગાંધીજીની લાકડી
અને ગાંધીજી પડદા પાછળ.
પણ લાકડી તો બીજા પણ રાખે કદાચ.
તો આ રેખાને ચશ્માની દાંડી તરીકે પણ તો જોઈ શકાય.
બીજો માણસ કહે,
આમાં તો પૃથ્વીનો આખો ઇતિહાસ આવી જાય.
પણ સીધી રેખા પૃથ્વી કેવી રીતે બને?
કેમ? રેખાને વાળો અને બે છેડા ભેગા કરો
તો પૃથ્વી ના બને?
પછી તો પૈંડુ પણ આ જ
અને શૂન્ય પણ આ જ.
ઓહો! આમાં તો evolutionની નિરર્થકતાનો પણ ભાવ છે.
ત્રીજો કહે,
આ સીધી રેખામાં તો આખું કલા-જગત છે.
કલમ પણ આ જ, પીછીં પણ ને ટાંકણું પણ.
રેખાને તમે વચ્ચેથી જાડી કરો.
તો નૃત્ય કરવા તત્પર સ્ત્રી પણ બને.
અને ખૂબી જુઓ કે
આ એ કલમ છે જેમાંથી શબ્દ ટપક્યો નથી.
એ પીછીં જેમાંથી ચિત્ર થયું નથી.
ટાંકણું પથ્થરની રાહ જુએ છે.
અને નૃત્ય પણ થવાનું બાકી છે.
ચોથો કહે,
આ રેખાથી એક સીમા બંધાઇ જાય છે.
રેખા હટાવીને માત્ર કૅન્વાસને જુઓ
કેટલા અનંત વિકલ્પો છે.
– હેમેન શાહ
માણસ પોતાના અનુભવો, વિચારો અને પૂર્વગ્રહોથી આગળ વધીને વિચારવા અસમર્થ છે. આપણી આ સૌથી મોટી સીમા છે.
હમણા એક પુસ્તકમાં બહુ સરસ વાક્ય વાંચવામાં આવ્યુંઃ All advise is autobiographical. હું એનાથી એક ડગલું આગળ જઇને કહું છું: All interpretations are autobiographical.
nehal said,
September 2, 2014 @ 5:25 AM
Waah. ..maza aavi gai…
વિવેક said,
September 2, 2014 @ 8:04 AM
ખૂબ જ મજાની વાત…
કાવ્યાંતે ટિપિકલ ગુજરાતી કવિઓની જેમ કવિ પોતાની ટિપ્પણી મૂકવાને બદલે માત્ર અવલોકનો આપીને ખસી ગયા એ સારું થયું નહીં તો કવિતાનું બાળમૃત્યુ નિશ્ચિત હતું… વાહ કવિ!
મજાનો ફોટોગ્રાફ, ધવલ… શટર સ્પીડ, એપર્ચર વિ. ની માહિતી પણ આપતો હોય તો?
urvashi parekh said,
September 2, 2014 @ 10:19 AM
ખુબ સરસ. કેટલી વાતો,કેટલી બધી રીતે ધારી શકો, કોઈ લીમીટ જ નથી.
La Kant Thakkar said,
September 3, 2014 @ 1:59 AM
શક્યતાઓ અસેીમ છે !
Pravin Shah said,
September 3, 2014 @ 6:17 AM
સુંદર !
Harshad said,
September 4, 2014 @ 8:33 PM
Beautiful. Vah vah Bahut khub!!!