એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
રશીદ મીર

…જોઈએ – સંધ્યા ભટ્ટ

એક નક્શીકામ કરવું જોઈએ,
આંસુમાં અક્ષરથી તરવું જોઈએ.

બાગમાં ફૂલોની ગોષ્ઠિ માણવા,
વાયરાની જેમ ફરવું જોઈએ.

ભાવનાથી મેં સજાવ્યું પાત્ર આ,
ધ્રૂજતા હાથે જ ધરવું જોઈએ.

હું સહજતાને જો પામું તો પછી,
નાવ થઈ જળમાં ઊતરવું જોઈએ.

જાણવું છે આપને મૃત્યુ વિશે ?
તો પછી જાતે જ મરવું જોઈએ.

– સંધ્યા ભટ્ટ

વિચારોની સુંદરતા… ભાષાની સહજતા… ભાવની ઉત્કૃષ્ટતા… બીજું શું જોઈએ એક સ-રસ ગઝલ માટે ?

11 Comments »

  1. varij luhar said,

    August 8, 2014 @ 2:23 AM

    खुब सरस गज़ल सहज अने सरळ छतां गहन

  2. Rajendra Karnik surat said,

    August 8, 2014 @ 7:39 AM

    સ્વાનુભવ જેવી ઉત્તમ ચીજ દુનિયામાં કોઇ નથી, તેનું સુંદર સકારાત્મક શિક્ષણ આપતી હ્રુદયસ્પર્સી ગઝલ.

  3. ધવલ said,

    August 8, 2014 @ 8:44 AM

    ભાવનાથી મેં સજાવ્યું પાત્ર આ,
    ધ્રૂજતા હાથે જ ધરવું જોઈએ.

    – સલામ !

  4. Vikas Kaila said,

    August 9, 2014 @ 12:47 AM

    ખરેખર

  5. મેહ્બૂબ ઇખરવી said,

    August 9, 2014 @ 11:54 AM

    જિંદગીને જાણવા આવ્યા હો તો,
    આમ બસ જીવી જ જાવું જોઇએ.

    ખુબ સરસ ગઝલ,
    સંધ્યાજી ને અભિનંદન

  6. સુનીલ શાહ said,

    August 9, 2014 @ 11:42 PM

    સહજ, સુંદર ગઝલ

  7. Sandip said,

    August 11, 2014 @ 9:35 PM

    Saras gazal che, sandhya bhatt vishe jankari madte to vadhare saru

  8. Sandhya Bhatt said,

    August 12, 2014 @ 3:58 AM

    આ કવિતા પ્રગટ કરવા માટે વિવેકભાઈનો આભાર અને સૌ વાંચીને પ્રતિભાવ આપનારા મિત્રોનો પણ આભાર…..

  9. Sureshkumar G. Vithalani said,

    August 12, 2014 @ 6:35 AM

    A really good Gazal., just like a beautiful evening on the seashore , Sandhaji.

  10. Sureshkumar G. Vithalani said,

    August 12, 2014 @ 6:40 AM

    Correction for the typographical error in my comment: Please read Sandhyaji instead of Sandhaji. Sorry.

  11. yogesh shukla said,

    September 1, 2014 @ 1:50 PM

    બહુજ સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment