ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.
વિવેક મનહર ટેલર

અખિલાઈ-વિભાજનનું દર્દ – ઉશનસ્

(શિખરણી-ગઝલ)

સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કે
રહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે;

કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;
અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ મૂકે;

કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?
અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?

છૂટાં તત્ત્વો ભેગાં કરી જ બનું છું એકમ, છતાં
વિભાજ્યા અંશે શી અણુ અણુ અખિલાઈ ઝબૂકે !

તૂટ્યો, કિન્તુ છૂટ્ટા કણ કણ મહી દર્દ દૂઝતું
અખિલાઈનું, તે ઉશનસ્, કરી રુઝાય ખરું કે ?

– ઉશનસ્

ગઈકાલે ઉશનસ્ ની ગઝલકવિ તરીકેની મર્યાદાઓ વિશે વાત કરી.  પણ ઊંચા ગજાનો કવિ તો કોઈપણ સ્વરૂપે ઊંચા ગજાનો જ રહેવાનો… કવિના પ્રિય છંદ શિખરિણીમાં કવિની આ ગઝલ આજે માણીએ. ગઝલનું પ્રાણતત્ત્વ વિરોધાભાસ છે. કવિ શીર્ષકમાં જ અખિલાઈ અને વિભાજનને juxtapose કરીને ચમકારો બતાવે છે. ગઝલના અર્થઘટનમાં ન પડતાં હું તો બહિર્રંગની જ વાત કરીશ. સંસ્કૃત વૃત્તોના સ્વામી અહીં હમરદીફ-હમકાફિયા ગઝલ લઈને આવ્યા છે અને પડ્યું પત્તું નખશિખ નિભાવી પણ બતાવે છે. મૂકે, ઝૂકે, ઝબૂકે જેવા કાફિયા તો કોઈપણ ગઝલકાર વાપરી શકે પણ હમરદીફ-હમકાફિયા ગઝલમાં અચૂક પરથી અચૂકે અને ખરું કે કાફિયા વાપરીને કવિ પોતાનું કવિત્વ સિદ્ધ કરે છે.

6 Comments »

  1. neha said,

    July 5, 2014 @ 2:13 AM

    Aakhi ghazl apratim
    Chotho sher to fari fari ne vanchva nu mn thaay evo…
    Thanks for sharing

  2. narendrasinh said,

    July 5, 2014 @ 3:11 AM

    અદભુત અતેી સુન્દર ગઝલ્

  3. Kartika Desai said,

    July 5, 2014 @ 4:56 AM

    જય શ્રેી ક્રિશ્ન, આપનો દિન સુમન્ગલ હો.અદ્ભુત્!!

  4. Harshad said,

    July 5, 2014 @ 9:55 PM

    બહુત ખૂબ !!!!!

  5. mahesh dalal said,

    July 9, 2014 @ 5:34 PM

    વાહ ખુબ સરસ આભાર રજુ કરવ બદલ્…… અહિન દુર વિએના યુ અસ મા આજે અમનિ યાદ તજિ કરિ..

  6. Devika Dhruva said,

    July 10, 2014 @ 2:15 PM

    અક્ષરમેળ છંદ, માત્રામેળી ગઝલમાં ? હમ્મમ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment