ગઝલ – મેઘબિંદુ
એમનું ધાર્યું થશે તો શું થશે
જિંદગીના શ્વાસ પૂરા થઈ જશે
હા, નથી, સંબંધનો એ માનવી
જાણ છે બસ એટલી એના વિશે
છૂટવું મુશ્કેલ છે સંબંધથી
લાગણીનાં કેટલાં બંધન હશે
મૌન એનું જીરવી શકતો નથી
એ છતાં બોલે નહીં એ શું હશે
એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારા મૃત્યુની તું વાંચશે
– મેઘબિંદુ
સરળ ભાષા અને સીધી વાત…
Rina said,
July 19, 2014 @ 1:57 AM
Waahhhh
રાકેશ ઠક્કર, વાપી said,
July 19, 2014 @ 5:06 AM
હા, સીધી વાત… સાચી વાત…
એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારા મૃત્યુની તું વાંચશે
perpoto said,
July 19, 2014 @ 8:36 AM
એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારા મૃત્યુની તું વાંચશે..
વાત સાચી છે, પણ અધુરી છે.
મૃત્યુ પામવુ સહેલું છે,ખમવું કલ્પનાતીત છે…..
Maheshchandra Naik (Canada) said,
July 20, 2014 @ 4:15 PM
એ ક્ષણે તો શું કરી શકશે ભલા
નોંધ મારઆ મૃત્યુની તું વાચશે
જબરજસ્ત વાત કહી દીધી છે……………..
Dinesh Pabdya said,
July 21, 2014 @ 5:27 AM
સીધી સરળ સાદી વાત
છૂટવું મુશ્કેલ છે સંબંધથી
લાગણીનાં કેટલાં બંધન હશે
મૌન જીરવાતું નથી છતાં બોલતું નથી એ શું હશે?
Harshad said,
August 6, 2014 @ 8:35 PM
Everybody’s comments are very good. Like this rachana.