કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે
અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
– હરીન્દ્ર દવે
નખશિખ નઝાકતથી ઓપતું મધુરું ઊર્મિકાવ્ય……એકદમ લાક્ષણિક હરીન્દ્ર દવે……
RASIKBHAI said,
May 26, 2014 @ 9:40 AM
વાસલિ ,મધુવન્ યમુના, વસન્ત અને ઉપવન્ હરિન્દ્રભૈ ક્યારેય ભુલાતા નથિ.
Harshad said,
May 26, 2014 @ 8:02 PM
Very nice!!!