જળ તણાતું જાય છે તે જોઉં છું
તું જુએ છે કે નદી વહી જાય છે !
ભરત વિંઝુડા

શતદલ – દેવિકા ધ્રુવ

IMG_1950

શતદલ પંખ ખીલત પંકજ પર,
         હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ, 
        ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
   છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક.
  પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
           સોહત સુંદર સદ્યસ્નાત સમ.
   મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
               ઝુલત ઝુમત શતદલ મધુવન પર.

દેવિકા ધ્રુવ

ખુલ્લા આકાશમાં અનાયાસ વિહરતા પંખી જેટલી સહજતાથી આ ગીતનો લય મનને મોહી લે છે. મોટેથી બે વાર વાંચતા તો મને સુન્દરમના ગીતોની ( 1, 2 ) યાદ આવી ગઈ. ગીતનો સશક્ત લય તમને પણ ‘ભીંજવી’ નાખશે એની પૂરેપૂરી ગેરેન્ટી છે. મોટેથી, લય સાથે વાંચતા જાવ:, ‘સદ્યસ્નાત’ જેવો ભારે શબ્દ પણ જીભ પરથી માખણની જેમ સરકી જશે ત્યારે લયની તાકાત અને ભાષાની ઋજુતા પર મોહી પડ્યા વગર રહેવાશે નહીં.

15 Comments »

  1. વિવેક said,

    May 21, 2014 @ 2:04 AM

    અનવરત લય સાથે વહી જતું મજાનું ઊર્મિકાવ્ય… વંક્તિ-પંક્તિએ આવતી વર્ણસગાઈ ગેયતામાં અનેરું સંગીત ઊમેરી આપે છે… મજા આવી !

  2. narendrasinh said,

    May 21, 2014 @ 3:27 AM

    અત્યન્ત સુન્દર ઉર્મેી કાવ્ય

  3. B said,

    May 21, 2014 @ 5:17 AM

    Full of feelings. It is just beautiful. Would like to have more poems from devikaji. God bless her.

  4. RASIKBHAI said,

    May 21, 2014 @ 10:43 AM

    ઝર ઝર વહેતા ઝરના જેવુ મધ્મિથુ ગિત .મઝા આવિ.

  5. kishoremodi said,

    May 21, 2014 @ 11:19 AM

    વિહગના ટહુકા જેવું લયબધ્ધ ગીત ..કાન્તની રચનાની યાદ આવી ગઈ…આજ મહારાજ જલ પર ચન્દ્રનો ઉદય જોઇને…

  6. vijay joshi said,

    May 21, 2014 @ 11:34 AM

    As gorgeous musically as it is lyrically. Words singing at its best.
    Loved it.

  7. Navin Banker said,

    May 21, 2014 @ 12:00 PM

    અતિસુંદર રચના…પણ..મારા જેવા માટે યાદ રાખવેી અને રેીપેીટ કરવેી મુશ્કેલ. વાંચતેી વખતે બધું બહુ સરસ લાગે. લયબધ્ધ…વિહંગના ટહુકા જેવું ઝર ઝર વહેતા ઝરણાં જેવું…ને..એવું બધું કહેી શકાય. આ પ્રકારનેી રચનાઓ કવિતાને સમજેી શકનારા સમર્થ કવિઓ જ માણેી શકે.સામાન્ય વાંચકોને તો એ શબ્દોનેી રમત જ લાગે. એ એક વાસ્તવિકતા ચ્હે.
    નવેીન બેન્કર

  8. pravina Avinash said,

    May 21, 2014 @ 12:19 PM

    લયબદ્ધ કાવ્ય્

  9. Vijay Shah said,

    May 21, 2014 @ 3:01 PM

    અભિનંદન દેવિકાબેન
    લયસ્તરને આંબ્યા…હવે આખું કવિતા જગત આપની રચનાઓને પામે તેવી શુભેચ્છાઓ

  10. Rekha sindhal said,

    May 21, 2014 @ 6:32 PM

    લય ખરે જ મનમોહક છે.

  11. Sangita said,

    May 21, 2014 @ 11:13 PM

    ખૂબ સરસ!

  12. rasila said,

    May 22, 2014 @ 2:49 AM

    ચારણી છન્દ જેવી આ રચના મોટેથી બોલવાની બહુ મઝા આવી ગઇ આવી લયબદ્ધ રચના ઘણા વખતે મે વાન્ચી. આભાર દેવિકબેન

  13. Chiman Patel 'chaman' said,

    May 22, 2014 @ 1:13 PM

    તમારી રચનાઓની ચડતી મને ‘નમો’ની ચડતી જેવી લાગે છે. તમારી ખુદની સાઇટ છોડી આવી ગયા તો સફળતાની ઝલક ઝળકીને? કૃતિ ગમી ગઇ એટલે આ લખવા પ્રેરાયો.

  14. Harnish Jani said,

    May 22, 2014 @ 2:03 PM

    બહુ સરસ રચના ચ્હે લય સ્તરોમ’ આપને જોઇને આન’દ થયો.

  15. Anila Patel said,

    May 22, 2014 @ 7:06 PM

    અત્યન્ત સુમધુર રચના એટલોજ મધુર લય્ વાચતા રોમ રોમ નર્તન કરવા માડ્યુ , મન આનન્દથેી ઝોૂમેી ઉઠ્યુ , લાગણેીઓને વ્યક્ત કરવા શબ્દોતો તમારેજ ઉછછેીના આપવા પડશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment