જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
– નયન દેસાઈ

દાદ -બેફામ

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

-બેફામ

2 Comments »

  1. Suresh said,

    June 3, 2006 @ 5:30 AM

    પહેલી જ વાર બેફામનો આ શેર વાંચ્યો. બહુ જ ગમ્યો. જીવન પિંજર છે તેવા નકારાત્મક ભાવ કરતાં આવી કલ્પનાની પાંખે ઊડવાની પણ મઝા તો જેણે માણી હોય તે જ જાણે. આનાથી વિરુદ્ધ ભાવનો શોભિત દેસાઇનો શેર પણ મને ગમે છે:-
    ‘આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું.
    પિંજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.’

  2. misha said,

    April 18, 2013 @ 4:38 AM

    કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
    કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

    સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
    એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.

    પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
    કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

    આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
    પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

    આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
    ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.

    તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
    જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

    શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
    એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

    કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
    એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

    એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
    છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

    છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
    ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

    ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
    વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment