ગઝલ – ભરત વિંઝુડા
લાજ રાખજે હે પરમેશ્વર
મારું ઘર પણ છે તારું ઘર !
લાગે જે સૌનાથી સુંદર
એ સુંદરતા પણ હો ભીતર !
મારી સામે બેસ ઘડીભર
બાજુમાં મૂકીને જીવતર !
ચારે બાજુ હોય ફકત તું
ધરતી ફરતે જેમ સમંદર !
હું જ નથી રહેવાનો ત્યારે
હોય કહેવાનું શું આખર !
– ભરત વિંઝુડા
ભરત વિંઝુડા સરળ બાનીમાં ચોટદાર વાત કહી શકનાર જૂજ ગઝલકારોમાંના એક છે.. ટૂંકી બહેરની ગઝલના બધા જ શેર સરળ, સહજ અને ચોટદાર !
narendrasinh said,
March 1, 2014 @ 3:06 AM
હું જ નથી રહેવાનો ત્યારે
હોય કહેવાનું શું આખર ! WWAH
lalit trivedi said,
March 1, 2014 @ 12:45 PM
ગુજ્ર્રરાતેી ભાષાનેી અદભુત ગઝલ અભિનન્દન !
Sudhir Patel said,
March 1, 2014 @ 1:17 PM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Maheshchandra Naik (Canada) said,
March 2, 2014 @ 12:24 AM
સરસ ટુકી બહેરની ગઝલ……………………….
Harshad said,
March 2, 2014 @ 11:07 AM
Really heart touching..!!!
Mehul A. Bhatt said,
March 3, 2014 @ 1:05 PM
હું જ નથી રહેવાનો ત્યારેહોય કહેવાનું શું આખર ! khoob gamelo sher
સુનીલ શાહ said,
March 4, 2014 @ 9:38 AM
વાહ કવિ…!