કોયલનો ટહુકો – માયા એંજેલો (ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)
ડાળ પર ટહુકા કરતી કોયલ…
એ ટહુકા
કોઈના સવાલના જવાબ નથી,
કોઈના ટહુકાના પડઘા નથી.
એ ટહુકા
સ્વયંસ્ફૂરિત છે,
અંતરમાં જાગેલા ગીતનો આવિષ્કાર છે…
– માયા એંજેલો
(ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)
આ કવિતા વાંચીએ અને રાજેન્દ્ર શાહની ‘નિરુદ્દેશે’ યાદ આવી જાય. અકારણ નિઃસ્વાર્થ સ્વયંભૂ વહેતા કોયલના ટહુકાની અડોઅડ આપણી જાતને મૂકીએ તો ?
Rina said,
February 27, 2014 @ 1:04 AM
beautiful ……..
perpoto said,
February 27, 2014 @ 3:13 AM
મોટાભાગના માને છે,માદા કોયલ ગાય છે,વાસ્તવમાં નર કોયલ સંવનનના ભાગરુપ ટહુકા માંડે છે.
Harshad said,
March 2, 2014 @ 12:15 PM
Beautiful!!
Shah Pravinchandra Kasturchand said,
March 2, 2014 @ 2:40 PM
બહુજ સરસ્.
ravindra Sankalia said,
March 3, 2014 @ 2:39 AM
વસન્ત રુતુમા કોયલના તહુક સામ્ભળીને કઇનુ કઇ થૈ જાય છે”. એક હિન્દી ગીતની પન્ક્તિ યાદ આવે છે દુર કન્હી જુરમુટમે કોયલ શોર મચાવે તેરી યાદ સતાવે.