યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માયા એન્જેલો

માયા એન્જેલો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોયલનો ટહુકો – માયા એંજેલો (ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

ડાળ પર ટહુકા કરતી કોયલ…
એ ટહુકા
કોઈના સવાલના જવાબ નથી,
કોઈના ટહુકાના પડઘા નથી.
એ ટહુકા
સ્વયંસ્ફૂરિત છે,
અંતરમાં જાગેલા ગીતનો આવિષ્કાર છે…

– માયા એંજેલો
(ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

આ કવિતા વાંચીએ અને રાજેન્દ્ર શાહની ‘નિરુદ્દેશે’ યાદ આવી જાય. અકારણ નિઃસ્વાર્થ સ્વયંભૂ વહેતા કોયલના ટહુકાની અડોઅડ આપણી જાતને મૂકીએ તો ?

Comments (5)