પછીની વારતા – મધુમતી મહેતા
જાત ઓળંગ્યા પછીની વારતા,
એક ભ્રમ ભાંગ્યા પછીની વારતા.
હુંપણાના ગામની તારાજગી,
મેં તને માગ્યા પછીની વારતા.
એ શહીદ થૈને વસ્યા ઈતિહાસમાં,
આપણી ભાંગ્યા પછીની વારતા.
ને હરણ આંખો મીચી બેસી ગયું,
ઝાંઝવા તાગ્યા પછીની વારતા.
બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.
ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
– મધુમતી મહેતા
પહેલા બે શેર તો ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ જાય એટલા સરસ થયા છે. ‘હુંપણાના ગામની તારાજગી’ જેવો સરસ પ્રયોગ શેરને અલગ જ આભા આપે છે. છેલ્લા બે શેર તો હું હજી મમળાવી રહ્યો છું. એમાંથી હજુ વધુ અર્થ છૂટશે એવી આશા છે એટલે એના પર વાત આગળ ફરી કદીક.
Pinki said,
March 31, 2008 @ 2:54 AM
મજાની વાત કરી છે … વારતાની ?!
જાણે સાચે જ એક લીટીમાં એક વારતા-એક ઘટના
ઈતિહાસ બની જાય તેવી સચોટ અને ગહ્.ન વાતો….!!
આમ તો આખી ગઝલ જ copy-paste કરવી પડશે ?!!
વિવેક said,
March 31, 2008 @ 3:15 AM
નખશીખ સુંદર ગઝલ… હુંપણાનું ગામ ગમી ગયું… આ ગામ જેટલું જલ્દી છોડી શકાય એટલું સારું…!
pragnaju said,
March 31, 2008 @ 11:10 AM
સુંદર ગઝલ
ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
તેની કૃપાથી એ જ્ઞાન ચોક્કસ થઈ જાય-
ઊર્મિ said,
April 1, 2008 @ 7:48 PM
સુંદર ગઝલ… હુંપણાનું ગામ સાચ્ચે જ મજાનું લાગ્યું…!
Gaurav - The Gre@t. said,
April 4, 2008 @ 5:02 PM
Just no words to say anything.
Master stroke. …