માફ કરી દીધેલો સમય – મનીષા જોષી
માફ કરી દીધેલા
પણ ન વીસરાયેલા
કોઈ સમયની જેમ
એ વૃક્ષ
વિકસ્યાં કરે છે મારા ઘર નજીક.
હું તેને અવગણું છું
બને ત્યાં સુધી
પણ છેવટે તે લંબાઈને
વીંટળાઈ વળે છે મારા ઘરને.
વૃક્ષના અંધકારમાં ઘેરાયેલું મારું ઘર
બંધ છે એમ માનીને
પાછા વળી જાય છે આગંતુકો
અને એમ સમય વેર વાળે છે,
વૃક્ષ બનીને.
– મનીષા જોષી
‘વૃક્ષ’ રૂપક આપણી વાસનાઓને ઈંગિત કરે છે.
ધવલ said,
February 2, 2014 @ 10:05 AM
મનીષા જોષી બહુ visceral level ની કવિતા લખે છે.
વૃક્ષ એટલે જૂની યાદો અને એનો ઘેરાવ ( અંગ્રેજીમાં baggage અને ગુજરાતીમાં ?’ભૂતાવળ’ ) એવો અર્થ પણ બેસે.
Harshad said,
February 2, 2014 @ 11:35 AM
Good, like it.
nehal said,
February 3, 2014 @ 9:44 AM
“Ane samay ver vale chhe
Vriksh banine…….”
Bahu j gami…..yad aavi nicheni pankti o
J poshtu te martu …yado ..smruti….atit…
Kai pan kaho.
વિવેક said,
February 4, 2014 @ 12:50 AM
જેટલા ઊંડે ઉતરીએ એટલી વધુ ગમી જાય એવી રચના….
Falguni said,
February 6, 2014 @ 9:01 AM
Thanks for a tree-poem Manisha!વ્ર્ક્ષ ને આમ પહેલિ વાર જોયુ.કેવુ અલગ ને તક્લિફ આપ્એ ને સુન્દર્.
munira ami said,
August 26, 2015 @ 11:09 AM
સુન્દર રચના!!!
શ્રેયસ શાહ said,
January 22, 2016 @ 12:21 PM
તમે જેને નથી વીસર્યા તેને અવગણો છો અને જે સમય ને તમે માફ કરી દીધો તે વૃક્ષ બની ને વેર વાળે છે. અદભૂત વિરોધાભાસ ઉભો કર્યો છે, માનવ મન ની જટિલતા પ્રસ્તુત કરી છે.
મનીષા બેન સમયે માણસ સાથે શું કર્યું તમે સુંદર રીતે જણાવ્યું, હવે જરા માણસે સમય સાથે શું કર્યું એ જુવો,
સમય……
અવિરત હતો સમય અને અનંત એના દરશ,
માપ્યો એને સદી ઓ માં, ને કર્યાં એના વરસ,
સમય ને સમજ્યો માનવ જાતે, વાત કરું એની સરસ,
ચોવીસ પખવાડિયા ને બાવન અઠવાડિયા માં માપ્યું આખું વરસ
અઠવાડિયા ના દિન સાત, ને દિન ના કર્યાં દિવસ ને રાત,
સંધ્યા લાવે કાળી રૈના, ઉષા સંગ પરભાત
દિન ના કર્યાં આઠ પ્રહર ને ચોવીસ કર્યાં તાસ,
આટઆટલું મથ્યા છતા પણ મળી ના હૈયે હાશ.
સમય નથી મળવા નો કહી ને ઊર્મિ ઓ ને રોકે,
અનંત સમય ના ટુકડા કરી ને હવે રડે છે પોકે ?
-શ્રેયસ મન