રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
વિવેક ટેલર

કવિ (ગઝલ ત્રિપદી) – સંજુ વાળા

ધરબી શકે જો પાછો
બંદૂકમાં ભડાકો
ત્યારે કવિ તું પાકો

વીંધે, પરોવે, પ્હેરે
નિઃશબ્દનો ઇલાકો
ત્યારે કવિ તું પાકો

નેવાંનાં પાણી મોભે
વાળીને પાડે હાંકો
ત્યારે કવિ તું પાકો

હો ફાટ્યું થાકી, હારી
એ વસ્ત્રને લે ટાંકો
ત્યારે કવિ તું પાકો

ઉઝેરવા હો ઉત્સુક
નિત દૂઝતો સબાકો
ત્યારે કવિ તું પાકો

તરકીબ ને તરીકા
છાંડી જમાવે છાકો
ત્યારે કવિ તું પાકો

– સંજુ વાળા

જેમ મનુષ્ય પોતાના અસ્તિત્વનો એમ કવિ પોતાના કવિપણાનો તાગ સતત લેતો આવ્યો છે. કવિમિત્ર સંજુ વાળા ગઝલ ત્રિપદીના સ્વરૂપમાં અહીં પાકા કવિના લક્ષણ તાગવાની મથામણ કરે છે…

8 Comments »

  1. મયન્ક ત્રિવેદિ said,

    November 9, 2013 @ 3:22 AM

    પાકો કવિ

  2. ari krishna said,

    November 9, 2013 @ 7:19 AM

    Vindhe parove pahere
    nishabd no ilako
    tyare kvi tu pako..

    Khub sundar aalekhan…

  3. perpoto said,

    November 9, 2013 @ 7:55 AM

    વાંચે ભુલાવે
    રોપે ઊખેડે
    ત્યારે કવિ તું પાકો

  4. naresh said,

    November 9, 2013 @ 3:38 PM

    વાહ ખુબ સુન્દર્

  5. Chandresh Thakore said,

    November 9, 2013 @ 10:23 PM

    વાહ! કવિની તાકાતની ચકાસણી કરતા આ લક્ષણોમાંથી સૌથી વધુ અસાધ્ય કયું એનો તાગ મેળવવો અઘરો છે! મને તો જો કે, એક પણ લક્ષણ આસાન ના લાગ્યું. કદાચ, એટલે જ હું “કવિ” નથી!!!!

  6. Sudhir Patel said,

    November 10, 2013 @ 11:18 AM

    સુંદર ગઝલ-ત્રિપદી!
    સુધીર પટેલ.

  7. Harshad Mistry said,

    November 12, 2013 @ 8:53 PM

    સુન્દર્ !!!

  8. sanju vala said,

    November 13, 2013 @ 2:23 AM

    Thaks……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment