ગઝલ – રશીદ મીર
આ નવો રંગ-રાગ છે જાનાં
કાળા કંબલની શાન છે જાનાં
આખી દુનિયા ઉદાસ લાગે છે
દિલની દુનિયા ઉદાસ છે જાનાં
શ્વાસ-ઉચ્છવાસ છે કૃપા તારી
બાકી સૌ ઠીકઠાક છે જાનાં
ખૈર ચાહું છું તારા કમખાની
પયરહન તાર-તાર છે જાનાં
એક તારો વિચાર ઝળહળ છે
બાકી અંધાર રાત છે જાનાં
‘મીર’ના અર્થમાં મહત્તા શી ?
મીર તારો ગુલામ છે જાનાં
– રશીદ મીર
એક પછી એક શેરના પડળ ખુલતા જાય છે અને આ આખી ગઝલ પ્રિયતમાની જેમ આપણને આશ્લેષબદ્ધ કરતી અનુભવાય છે…
narendarsinh said,
October 25, 2013 @ 3:25 AM
અતેી સુન્દર ગજલ
Harshad Mistry said,
October 25, 2013 @ 6:27 PM
સાચે જ ગઝલ ખુબ ગમી.
ખૈર ચાહુ છુ તારા કમખાની…………!!! ભૈ વાહ ખુબ સરસ્!!
HATIM THATHIA said,
November 7, 2013 @ 1:16 AM
Kali Kamali, Kamkho-The physical body, Pahran, SwasUchhavas, Darkness, try to understand this gazal in SUFI thinking and you will open the new doors. HATIM