તારી લાગણીનાં કેમ કરું મૂલ ? – નેહા પુરોહિત
તારી લાગણીનાં કેમ કરું મૂલ ?
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…
વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ?
રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…
આજે તો સઘળું કબૂલ…
-નેહા પુરોહિત
સ્ત્રીઓના મનોજગતમાં ડોકિયું એ હંમેશા કવિતાનો પ્રિય વિષય રહ્યો છે. અને સ્ત્રી પોતે જ્યારે પોતાના અંતરમાં ડૂબકી મારી સમવેદનાના મોતી ગોતી લાવે ત્યારે કવિતાનો રંગ કંઈ ઓર જ ઓપી ઊઠે છે. એક અભિસારિકા જ્યારે ગોપીભાવે એના મનના માધવની મુલાકાતે નીકળે છે ત્યારે એ શું શું વિચારતી હશે ! પોતાની અહર્નિશ પ્રતીક્ષા, પોતાનું માત્ર અદના માનવી તરીકેનું મૂલ્ય, વખતે-કવખતે પરોક્ષ હાજરીથી પણ સતત મદદ કરનાર માધવની કદર અને ભીતર ગમે એટલું ભર્યું પડ્યું કેમ ન હોય, લોકલાજે ખાલી હાથે મિલનની ક્ષણોની નજીક સરવું – કવયિત્રીએ કેવી કમનીય પદાવલિથી સઘળું આકાર્યું છે !
ધ્રુવ પંક્તિના અંતે ‘મૂલ’ થી શરૂ થતો ‘મ’કાર (alliteration) પછીની પંક્તિમાં માળા-મણકા-માધવ-માપવા-મન એમ સતત પાંચવાર સુધી રણકાય છે એ ગીતને કેવો વિશિષ્ટ ઉઠાવ આપે છે !
Rina said,
October 12, 2013 @ 3:05 AM
રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?
Beautiful. …..
DINESH said,
October 12, 2013 @ 3:46 AM
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
નેહા પુરોહિત said,
October 12, 2013 @ 4:41 AM
આભાર લયસ્તરો…વિવેક ટેલર સારુ વિવેચન કરે છે એ ખ્યાલ હોવાથી મે આ રચના મોકલી હતી. લયસ્તરો પર અગ્રીમ હરોળની કવિયત્રીઓ ની રચનાઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે મારુ ગીત લઈને મને પ્રોત્સાહિત કરવા બદલ ધન્યવાદ.
Dhaval said,
October 12, 2013 @ 9:53 AM
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
સરસ !
rasikbhai said,
October 12, 2013 @ 11:02 AM
માગ્લા ના મનકા થિ માધવ ને માપ્વા .બહુ સુન્દર .મઝા આવિ ગયિ
urvashi parekh said,
October 12, 2013 @ 11:04 AM
સરસ.
gandhi said,
October 12, 2013 @ 4:14 PM
વાહ વાહ કયા બાત હે ……. ખુબ સરસ….
Shah Pravinchandra Kasturchand said,
October 12, 2013 @ 8:40 PM
વાત તમારી આ નથી સીધી-સાદી
મનડુ કહે છે વાત તો છે અણમુલ.
Chandresh Thakore said,
October 12, 2013 @ 10:10 PM
“માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…” એ પોતે જે પામી છે એ કેટ્લું અમૂલ્ય છે એનો નિઃશંક ખ્યાલ આપી જાય છે. … “ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ” અને “મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…” એ બે પંક્તિઓ મને, અંતરના સ્ંવેદનની રજુઆતની દ્રુષ્ટિએ, સવિશેષ ગમી. …
jahnvi antani said,
October 13, 2013 @ 4:54 AM
વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ? વાહ ….. ઃ)
jahnvi antani said,
October 13, 2013 @ 4:56 AM
ધ્રુવ પંક્તિના અંતે ‘મૂલ’ થી શરૂ થતો ‘મ’કાર (alliteration) પછીની પંક્તિમાં માળા-મણકા-માધવ-માપવા-મન એમ સતત પાંચવાર સુધી રણકાય છે એ ગીતને કેવો વિશિષ્ટ ઉઠાવ આપે છે સાવ સાચી વાત … આવુ હોય ત્યારે ગણગણવુ વધુ ગમે છે.
Harshad Mistry said,
October 13, 2013 @ 11:20 PM
Dear Neha,
I do not know how old you are but I guess you like my daughter age.
By heart I am telling you this is AWESOME. Everyday I was looking something to keep in my heart and this is what you send it and Vivekbhai what to tell about you? I always enjoyed your kavi heart through your deep and touching explanation of every ‘KRUTI’.
વિવેક said,
October 14, 2013 @ 9:04 AM
@ હર્ષદ મિસ્ત્રી:
ગીત-ગીતકાર અને મહાદેવ-ભેગા-પોઠિયાના ન્યાયે મને પણ સાથોસાથ પોંખવા બદલ આભાર !
rajnikant shah said,
October 14, 2013 @ 11:14 PM
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…
સુન્દર્
sudhir patel said,
October 15, 2013 @ 3:17 PM
સુંદર ગીતનો ઉપાડ અણમોલ છે!
સુધીર પટેલ.
ચૈતન્ય said,
October 16, 2013 @ 12:21 AM
ખુબ સુંદર કવિતા. શ્રી વિવેકભાઈ એ લખ્યા મુજબ, શરૂઆતમાં જ આખી કવિતાનો મૂડ પરખાઈ જાય છે. સ્ત્રીના મનોભાવોને સુંદર રીતે વર્ણવતી કવિતા.
ketan narshana said,
October 17, 2013 @ 7:24 AM
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
જાત મહીં સન્ગ્રહ્યો છે ચોર્ ???????
બહુજ સુન્દર્…….