ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !
– મેહુલ એ. ભટ્ટ

એ નહીં મળે – કિસ્મત કુરૈશી

રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.

અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.

પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.

મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.

જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.

કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.

– કિસ્મત કુરૈશી

એ નહીં જ મળેની ખાતરી દરેક શેર સાથે પ્રબળતમ થતી હોવા છતાં નિરાશાનો સૂર બળકટ થતો નથી એ વાત ધ્યાન ખેંચે છે…

7 Comments »

  1. મીના છેડા said,

    January 17, 2014 @ 1:05 AM

    છતાંય પ્યાર જંપે ખરો ?

    આંખ ભીની કરી ગઈ એવી ગઝલ…

  2. Rina said,

    January 17, 2014 @ 1:31 AM

    Wahhhhh….. beautiful

  3. rasikbhai said,

    January 17, 2014 @ 10:44 AM

    આવિ સુન્દર ગઝલ દોબારા મલે

  4. Darshana bhatt said,

    January 17, 2014 @ 11:35 AM

    જંપે નહિ,જંપવા દે નહિ એ વેદના….
    હૃદયને સ્પર્શી ગઈ આ વેદના સભર ગઝલ.

  5. Maheshchandra Naik (Canada) said,

    January 17, 2014 @ 1:36 PM

    અંધારે જે ન આવ્યાં, શુ આવે ઉજાસમા? કવિવેદનાની સરસ ગઝલ…………………

  6. sudhir patel said,

    January 17, 2014 @ 2:05 PM

    ભાવનગરના જ વધુ એક ગઝલ-ગુરૂ સ્વ. કિસ્મત સાહેબની યાદગાર ગઝલ માણી એ ફરી મળેની આશ જાગી!
    સુધીર પટેલ.

  7. kiranyagnik said,

    January 20, 2014 @ 6:24 AM

    બહુજ સરસ,લગે રહો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment