અમારી સફર ને તમારો તરાપો;
જવું પાર સામે, તમે સાથ આપો!
દિવ્યા મોદી

અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા માટે એક લેટિન વાક્યપ્રયોગથી વિશેષ કશું મનમાં આવતું નથી: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

10 Comments »

  1. Rina said,

    May 25, 2013 @ 2:02 AM

    Awesome…….

  2. La'Kant said,

    May 25, 2013 @ 3:30 AM

    “Be grateful for whoever comes,
    because each has been sent
    as a guide from beyond. ” {- Rum }
    આ અગાઉ વર્ણવેલું ઘણુંબધું જીવનના સહજ “ઘટનાક્રમો”..છે,સ્વયમ-સંચાલિત કુદરતી કર્માધીન યંત્રણા !

    આ પંક્તિઓ મને યાદપાવે છે..’ગોત્રી’ વડોદરાના ” વિનોબા આશ્રમ” કુદરતી ઉપચાર કેન્દ્ર યોગ-એક્સપર્ટ શ્રી નિમેષ શાહની ..જેમણે ” મેની લાઈવ્સ,મેની માસ્ટર્સ ” બૂક વાંચવાની સલાહ આપેલી .જન્મોજનમના સંધાનો…અનુંસંધાનોની… .” આપણે આમ આકસ્મિક રીતે અજાણ્યા લોકો સાથે કેમ સંબંધાતા હઈશું? ” ના જવાબો લગભગ સાંપડે છે …
    સત્ય હકીકતો પર આધારિત એક સાઈકીયાટ્રીસ્ટ અને તેની પેશન્ટ કેથેરીનની વાતો છે ….સરસ રજૂઆત-શૈલી માં એક નોવેલ-કથા છે ..રોચક રસભરી ….લાગતાવળગતા રસજ્ઞ લોકોને ગમશે રસ પણ પડશે …
    -લા’કાન્ત / ૨૫-૫-૧૩

  3. perpoto said,

    May 25, 2013 @ 3:59 AM

    આ પેલેપારનો પોપટીયો ભ્રમ…બધું રોમાંચકારી રીતે બેહલાવે છે…

  4. La'Kant said,

    May 25, 2013 @ 4:40 AM

    “પોપટીયો ભ્રમ”…? – તો પછી અ-પોપટીયો….”મૌલિક” હમજાવોને આ પારના …પરપોટા ભાઈ !
    અંદર..ભીતર જ છે આ પાર અને પેલે પારની વાતો ! ” આ સમગ્ર સૃષ્ટિ -મહાશૂન્યની અંદરજ “.
    { તમને કે’વાનું / આલાપ છેડવાનું /ગાવાનુંમન થયું ઈ વળી શું? }
    -લા’ કાન્ત / ૨૫-૫-૧૩
    પી.એસ.ઃઃ – વિવેક ભાઈ તમારી એક્સપર્ટ કોમેન્ટ આપોને સર જી ?

  5. perpoto said,

    May 25, 2013 @ 6:06 AM

    બુધ્ધ એક જ હોય છે,અનુયાયી કરોડો હોય છે,અને બુધ્ધની હા માં હા મિલાવતાં ,પોપટીયું જિવી જતાં હોય છે.આમાં હું યે આવી જાઉં છું….

  6. pragnaju said,

    May 25, 2013 @ 10:17 AM

    અદભૂત રચનાનું ખૂબ સુંદર ભાવાત્મક ભાષાંતર
    છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
    એ કદાચ તમને સાફ કરતા હોય
    કોઈક નવા આનંદ માટે.
    ……સ રસ
    યાદ
    માનવીની પાસે કોઈ…માનવી નૈ આવે..રે…(૨)
    એ જી તારા દિવસ હે દેખીને દુ:ખિયાં આવે રે
    આવકારો મીઠો.. આપજે રે..જી..
    હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
    બને તો થોડા .. કાપજે રે જી…
    એ જી આવકારો મીઠી આપજે રે …

  7. Chandresh Thakore said,

    May 25, 2013 @ 12:24 PM

    વિવેકભાઈ: ભાષાંતર/ભાવાનુવાદ સરસ કર્યું/કર્યો છે. …

    ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
    મળો એમને દરવાજે સસ્મિત
    અને આવકારો એમને ભીતર. … દુનિયાનો સીનો બદલાઈ જાય જો અ વાત અમલમાં મુકાય. … ધન્યવાદ.

  8. himanshu patel said,

    May 25, 2013 @ 7:03 PM

    સરસ..

  9. jahnvi antani said,

    May 26, 2013 @ 4:18 AM

    વાહ ખુબ જ સુન્દર અનુવાદ …

  10. લયસ્તરો » બેસ્ટ છે – જય કાંટવાલા said,

    May 5, 2017 @ 12:32 AM

    […] દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment