પુસ્તક ઊઘાડતાં શું જૂનું ગુલાબ મહેકે?
ના, ફૂલ એ સૂકું નહિ, પણ યાદ એક ચહેકે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શૈલ પાલનપુરી

શૈલ પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આયનો ચૂમી રહ્યો છું ! – શૈલ પાલનપુરી

હું તને સમજી રહ્યો છું;
આયનો ચૂમી રહ્યો છું !

પ્રેમ પણ કેવી નિસરણી ?
તારલા તોડી રહ્યો છું !

કોણ કહે છે નગ્ન છું હું ?
રોશની પ્હેરી રહ્યો છું !

લાજ રાખું છું સૂરાની;
નિજ તરસને પી રહ્યો છું.

રાહ ખુદ દોડ્યા કરે છે,
રાહમાં બેસી રહ્યો છું.

શૂન્યનો છું ‘શૈલ’ ચેલો,
એકડો ઘૂંટી રહ્યો છું.

– શૈલ પાલનપુરી

પહેલો શેર ગઝલનો શિરમોર શેર (મારી દૃષ્ટિએ!) છે. સામાને સમજવાની પ્રક્રિયામાં મોટેભાગે માણસ પોતાનું જ પ્રતિબિંબ શોધતો હોય છે ! આગળ રજૂ કરેલી વિખ્યાત કવિતા દિલોજાનમાં આવી જ વાત હળવા અંદાજમાં રજૂ કરેલી છે.

Comments (7)