વિશ્વ-કવિતા:૧૪: દિલોજાન (બ્રિટન) – ડી. એચ. લૉરેન્સ (અનુ. જયા મહેતા)
તને મારા પ્રેમની પરવા નથી ? તે કડવાશથી બોલી.
મેં તેને અરીસો આપીને કહ્યું :
મહેરબાની કરીને આ પ્રશ્ન યોગ્ય વ્યક્તિને પૂછ!
મહેરબાની કરીને બધી વિનંતીઓ મુખ્ય કાર્યાલયને કર!
લાગણીઓ વિશેની મહત્વની બાબતોમાં
મહેરબાની કરીને સર્વોચ્ચ સત્તાને સીધું જ પૂછ! –
એટલે મેં તેને અરીસો આપ્યો.
અરીસો એણે મારા માથા પર જ તોડ્યો હોત,
પણ એની નજર અરીસામાં પોતાના પ્રતિબિંબ પર પડી
અને બે ક્ષણ માટે એ સંમોહિત થઈ ગઈ,
એટલામાં હું ભાગી છૂટ્યો.
– ડી. એચ. લૉરેન્સ
અનુ. જયા મહેતા
પ્રેમના છીછરાંપણા વિષે નાનું ને તીણું કાવ્ય. અંગ્રેજીમાં કાવ્યનું શીર્ષક ‘Intimates’ છે. જે કાવ્યના વ્યંગને વધુ વેધક બનાવે છે. અનુવાદ કરવામાં જયા મહેતાએ ‘દિલોજાન’ શબ્દ વાપરીને કમાલ કરી છે. મૂળ અંગ્રેજી કાવ્ય અહીં જુઓ.
ભાવના શુક્લ said,
December 11, 2007 @ 10:35 AM
સુંદર…
પ્રેમ કરુ છુ તેમ કહેવુ અને પ્રેમ કરવો તેમા લાખ ગાડાનો ફેર છે. પ્રેમમા સાબિતીઓ માગવી કે આપવી પડે તેના જેવી પામરતા બીજી કઈ?
અરીસો આપીને દેખાડવાનુ કે તુ જો તારી સામે….. તને ચાહ્યા વગર કેમ રહી શકાય!!!!
pragnajuvyas said,
December 11, 2007 @ 4:40 PM
સુદર
તેમાં
‘અને બે ક્ષણ માટે એ સંમોહિત થઈ ગઈ,
એટલામાં હું ભાગી છૂટ્યો.’
અમારા મુકુલને ૧૩મી કવિતા વાંચતા યાદ કર્યો.
પણ આ કવિતામાં કટાક્ષમાં પ્રેમની અભિવ્યક્તી છે તો
તે એણે સીધે સીધું લખ્યું અને શૌમીલે ગાયું!
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો…
અને અજ્ઞાતે કહ્યું છે તેમ
—એનાથી દૂર ના રહેશો,
હાથે તમારા એનું ક્ષેમ છે રે,
જેના દિલમાં તમારો પ્રેમ છે … પ્રેમ છે પ્રેમ છે
Harnish Jani said,
December 13, 2007 @ 7:07 PM
આનુ’ નામ તોફાની ડી.ઍચ.લોરેન્સ.અહી’ રજુ કરવા બદલ આભાર.