સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પારસ હેમાણી

પારસ હેમાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(પહેલો દિવસ) – પારસ એસ. હેમાણી

નિયત સમયે જ સવાર પડી ગઈ,
ઓફિસમાં સમયસર પહોંચવાની
ઉતાવળમાં ઝડપથી તૈયાર થઈ ગયો…
પહોંચી ગયો
ચા-નાસ્તો કરવા,
પત્ની બગાસાં ખાતાં ખાતાં દોડી આવી,
સુસ્તીથી ચા માટે ચૂલો જલાવી કહ્યું:
“સવારી ક્યાં જશે?
આજે તમારી નિવૃત્તિનો પહેલો દિવસ છે.”

– પારસ એસ. હેમાણી

દ્વિતીય કાવ્યસંગ્રહ ‘આપણી વાત’ સાથે લયસ્તરોના આંગણે પારસ એસ. હેમાણીનું સહૃદય સ્વાગત… આ અગાઉ તેઓ ‘હું અને તું’ સંગ્રહ આપી ચૂક્યા છે.

આદતનું કામ ‘પડી પટોળે ભાત’ જેવું હોય છે… જલ્દી છૂટતી નથી…

Comments (1)