અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સમજાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એ ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંજિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે
લાગણીઓ જે ભીતર રૂંધાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

10 Comments »

 1. Amin Panaawala said,

  November 4, 2012 @ 1:15 am

  સ્ર્ ર સ્

 2. Maheshchandra Naik said,

  November 4, 2012 @ 2:15 am

  શૂન્યતાની આગમા પીગળી જશે
  લાગણીઓ જે ભીતર રુંધાય છે
  લાગણીની વાત ઉપર્ની બે પક્તિઓ ઘણૂ કહી જાય છે, ભાવવાહી રજુઆત્…………….

 3. Rina said,

  November 4, 2012 @ 2:16 am

  Awesome…

 4. urvashi parekh said,

  November 4, 2012 @ 2:24 am

  ખુબજ સરસ.

 5. perpoto said,

  November 4, 2012 @ 3:43 am

  ઉમદા ગઝલ…
  શબ્દમાંથી અર્થ છુટા થાય છે…
  એક હાયકુ…

  અર્થના ગીધો
  તુટી પડે શબ્દોએ
  ચંથે મરોડે…

 6. vijay joshi said,

  November 4, 2012 @ 6:08 am

  શબ્દોની દુનિયાનું સુંદર વર્ણન

  યાદ આવ્યું મારું એક હાઇકુ …

  વેદના બની
  શબ્દો છલકાયા,
  ગઝલ થવા!

 7. pragnaju said,

  November 4, 2012 @ 7:37 am

  સુંદર

 8. sweety said,

  November 4, 2012 @ 8:09 am

  આંખ મારી એક એવો કોયડો,
  જામ ખાલી છે છતાં છલકાય છે.

  બહુજ સરસ

 9. Rakesh Thakkar, Vapi said,

  November 4, 2012 @ 9:35 am

  Nice Gazal

 10. lata hirani said,

  November 5, 2012 @ 2:48 am

  ખૂબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment