વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
ઉમાશંકર જોશી

ઝાકળબુંદ : ૬ : કોણ કહે હું કડકો – ડૉ. જગદીપ નાણાવટી

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મેં અગન સરીખો તડકો
.                            વાલમ કોણ કહે હું કડકો….

કલરવ છે કલદાર અમારા, ગિરિ કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો
હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
.                          વાલમ કોણ કહે હું કડકો…

લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય-ચંદ્ર ની સાખે જીવીએ, ભલે રહ્યા સૌ આઘા
ધકધકતી છાતીએ અમને એક વખત તો અડકો
.                             વાલમ કોણ કહે હું કડકો…

આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતા
કાંધે લેવા મને નગરજન, હુંસાતુંસી કરતા
સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
.                          વાલમ કોણ કહે હું કડકો…..

-જગદીપ નાણાવટી

અમદાવાદમાં મેડીકલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા કવિસંમેલનમાં ડૉ. જગદીપ નાણાવટીના મુખે આ રચના સાંભળીને ખંડમાં ઉપસ્થિત મેદની શબ્દશઃ હિલ્લોળે ચડી હતી. સૌરાષ્ટ્રમાં જેતપુર ખાતે ફિઝિશ્યન (M.D. Medicine) તરીકે સેવા આપતા તબીબ કડકા તો ન જ હોય પણ આ ગીત લખતીવેળા એ એમના મગજમાં સ્પષ્ટ છે: “સામાન્ય રીતે એક એવી યુનિવર્સલ માન્યતા છે કે કવિ એટલે હમેશા ‘કડકો’…! ! તો, હું એક કવિ હોવાને નાતે, સર્વ કવિઓ વતી આ ગીતમાં બધાંને જવાબ આપુ છું કે કવિ પાસે શું શું અમૂલ્ય મિલ્કતો રહેલી છે…..ગમે તો બિરદાવજો, નહીં તો અમથાયે કડકાજ છીએ….”

13 Comments »

 1. Pinki said,

  October 6, 2007 @ 2:45 am

  વાહ્……….

  શબ્દોની આ અમીરી પાસે તો બધા ‘કડકા’ લાગે ! !

  કોઈ એક પંક્તિને વખાણવા જતા,

  બીજી પંક્તિને અન્યાય થઈ જાય ……….

 2. jina said,

  October 6, 2007 @ 3:57 am

  અદભૂત!! શબ્દોની આવી સમ્રુદ્ધિ… કોણ કહે કવિને ‘કડકો’??? મેં હંમેશા જોયુ છે કે ડોક્ટર્સની કલમ આટલી જ ધારદાર (અસરદાર!!!) હોય છે, ઍવું કેમ ડો.વિવેક????

 3. વિવેક said,

  October 6, 2007 @ 4:36 am

  મને એકવાર રઈશભાઈએ કહ્યું હતું કે આર્ટ્સના વિદ્યાર્થી કરતા વિજ્ઞાનના અને એમાંય તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ વધુ સારા કવિ બની શકે છે. અને કારણમાં એમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને તબીબી શાખામાં જનારા વિદ્યાર્થીઓ સામાન્યરીતે વધુ મેઘાવી હોય છે એટલે કળાના ક્ષેત્રમાં પડે તો એ અન્ય કરતાં વધુ ઝડપે અને વધુ આગળ નીકળી શકે છે.

  આ રઈશભાઈનો અંગત મત હતો જેની સાથે હું સહમત થાઉં છું. અન્ય મિત્રોના મત વળી અલગ પણ હોઈ શકે એ પણ આ સાથે જ સ્વીકારું છું.

 4. Shah Pravinchandra Kasturchand said,

  October 6, 2007 @ 9:14 am

  સહુથી સમૃદ્ધ જગતમાં કવિ
  જેને મળવા રોજ ઊગે રવિ.

  ખૂબ સરસ રચના.

 5. kamlesh solanki said,

  October 6, 2007 @ 1:47 pm

  IT IS VERY GOOD POEM. NOW YOU MUST PUBLISH A BOOK CONTAINING YOUR POEM. I HAVE READ YOUR SO MANY POEMS. YOU NOT ONLY HAVE WRITING ABILITY BUT ALSO HAVE SENSE OF MUSIC. A MUSICIAN CAN HEAR MUSIC IN YOUR POEM. HAVE A VERY BRIGHT FUTURE IN THE FIELD OF POEM. IF IT DOES NOT HAPPEN THEN YOU HAVE ALREADY TOLD THAT THAT WE ARE ‘KADKA’.

 6. pragnajuvyas said,

  October 6, 2007 @ 2:55 pm

  ‘આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતા
  કાંધે લેવા મને નગરજન, હુંસાતુંસી કરતા
  સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
  વાલમ કોણ કહે હું કડકો…..’ડો.જગદીપ નાણાવટી એ કડકા કવિની દૌલત જણાવી અમને પણ હિલ્લોળે ચઢાવ્યાં.ડો વિવેકે પોતાના પર અને તેમના ડો.મિત્રો પર જાતે જ ગુલાલ છાટ્યુ.તે વાત મોટા દરજ્જાના કવિઓએ પણ સ્વીકારી છે.મારા એક તબીબ મિત્રે તો દરેક વિષય કવિતામાં લખ્યો હતો.અને પોતે જ દર્દી તરીકે હોય તે રીતે પણ કવિતા લખી રસ હોય તેને આપતા.
  એક કવિતા દમ વિષે –
  The doctor said ‘A wheezy chest
  Is quite a common problem
  But don’t despair, you’ll be all right
  By following this system.
  I know your asthma is no fun
  But drugs help make it better.
  Just remember be careful to
  Follow instructions to the letter.’
  Inhalers treat most people
  Of brands there’s quite a few
  But the most usual types
  Are coloured brown and blue.
  Brown inhaler for prevention
  Used morning and at night
  Stopped attacks of breathlessness
  Once I learned to take it right.
  The secret’s take a deep breath in
  While pressing the inhaler
  Or else it may not do its job
  And it could be a failure.
  Blue inhaler for relieving
  Was taken as and when-
  Before I started doing sport
  Or exercising in the gym.
  From time to time at night
  My wheezing would get worse
  This proved to be a sign
  To see the practice nurse.
  ‘We may need to up your dosage
  So take a breath and blow
  Into this special meter
  That measures your peak-flow.’
  So now I take a little more
  They’ve got the balance right
  No longer need I worry
  Cos Sports’ Day is in sight!
  When I get a cold or cough
  Or at hay fever time
  I just take my inhaler
  And then I will be fine.
  The other thing I need to do
  In October or November
  Is get a flu jab from the nurse
  To ward off influenza.
  Asthma doesn’t mean to say
  You’ll be the odd one out-
  You still can run and jump
  You still can sing and shout.
  Asthma doesn’t mean to say
  You can’t win admiration-
  You just have to remember
  To take your medication.
  So don’t be sad- be special-
  You can stand out from the crowd.
  Play football, swim or learn to dance
  Or play your trumpet loud!

 7. Dr.Rajesh Teli said,

  October 6, 2007 @ 9:43 pm

  dear dr.nanavati,
  you have excellent gift of creatioin. you also can sing them ,i konw you have beautiful voice and gr8 depth in music,so please record these creations in your voice,
  my best wishes
  rajesh.

 8. ઊર્મિ said,

  October 8, 2007 @ 9:33 am

  ધકધકતી છાતીએ અમને એક વખત તો અડકો.
  વાલમ કોણ કહે હું કડકો…

  મજા આવી ગઈ… મજાનું ગીત!

 9. Gaurav said,

  October 15, 2007 @ 4:24 pm

  Vaah….
  valam kon kahe hu kadko/.//
  Dr. from Jetpur, After marriage in Jam.
  kviii123@yahoo.co.in

 10. indravadan g vyas said,

  August 25, 2008 @ 1:34 pm

  dear dr. nanavatisaheb,
  let me take youback in the years 1989-90, when i served as Dy.s.p. in jetpur.i am indravadan g vyas.
  enjoyed your this poem and one on tahuko,” ખંડેર સમાં આ જીવન માં બચપણની પળને શોધું છું…..
  very nice, touching voice.loved it.jyotsna ,my wife was me when i recited both of your poems.she was very happy too.
  say hello to dr,joshi couple.
  with regards,
  indravadan g vyas,u.s.a.tel.630-499-9999

 11. kanchankumari parmar said,

  November 6, 2009 @ 3:10 am

  નથિ હિરા મોતિ મારિ પાસ ;કહે તો વાલમ તને શણગારુ શબ્દો થિ અપરમપાર……….

 12. SURESHKUMAR G VITHALANI said,

  October 20, 2012 @ 10:58 am

  Wonderful Gazal,indeed ! Congratulations to Dr JAGDEEP NANAVATI.

 13. મીના છેડા said,

  July 16, 2016 @ 5:52 am

  વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment