હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.
બિનિતા પુરોહિત

એક ખૂણો…. -કવિ રાવલ

એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.

એ મને લાગે ઢળેલી સાંજ જેવો…
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો

હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.

ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.

આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
“કવિ” ધખાવી બેસ અહીંયા એ જ ધૂણો.

-કવિ રાવલ

મૂળ નામ (કુમારી) કવિતા રાવલ, પણ કવિતા લખે કવિના નામથી. મૂળ રાજકોટના, પણ રહે છે અમદાવાદ. મૂળે કૉમર્સના સ્નાતક, પણ પનારો પાડે છે આર્ટ્સ (શબ્દો) સાથે! મૂળે શબ્દોની ગલીઓના ભોમિયા, પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડનું લાઈસન્સ પણ ધરાવે. કવિની ગઝલોમાં બળકટ તાજગી અને છંદોની સફાઈ ઊડીને આંખે ચડે છે. ગઝલના છંદો સાથે રમત કરી સતત નવું નિપજાવવાની એમની ચેષ્ટા એમની સંનિષ્ઠતાની સૂચક છે. પ્રસ્તુત ગઝલમાં તડકાની હૂંફ અને કૂણાશ કેવી સંજિદી હળવાશથી આપણને સ્પર્શે છે !

23 Comments »

 1. પંચમ શુક્લ said,

  May 5, 2007 @ 7:41 am

  Very strong representation of isolated corner- connecting various metaphors such as morning, evening, feeling, and inner-being!

  Indeed, a mysterious corner-

  એ મળ્યે આકાર આખો આળખી લેજો ફરી,
  ખંડિયેરે જાણભેદુ કોક ખૂણો હોય પણ.
  (રાજેન્દ્ર શુક્લ)

 2. jay thaker said,

  May 6, 2007 @ 1:28 am

  કવિ! તમારી ગઝલ ખૂબ જામે છે!

  ..અને અમને આવા પરોક્ષ મુશાયરાઓમાં આવવાનું ઇજન આપો છો, તે બદલ આભાર!

  ‘આજ કાગારોળમાં શોધું ખૂણો
  હું ય મારા ગોળમાં શોધું ખૂણો!’

  તમારા ખૂણાએ મારા મગજને ખૂણે સંતાતી શોધને છતી કરી!

  keep up the good work!

  – જય ઠાકર

 3. apurva bhatt said,

  May 6, 2007 @ 2:16 am

  absolutely fantastic wrk dear…
  keep doin same..
  im glad 2 hav a frnd like u..
  hav a gr8 life ahead………….

  આમ તો તડકા સમો ને તો’ય કુણો… brrriiiliiiiiiiannt!!!!!!!!

 4. odedranilesh said,

  May 6, 2007 @ 2:25 am

  હુ કવિ દિલ નો માનસ નથિ પન થોદુ થોદુ પસન જરુર ચે તેથિ મને તમારિ કવિતા પસદ આવિ તમે ખુબજ સરસ લખ્યુ ચે અન બસ આવુ જ લખ્તા રહો આભાર્

  ઓદેદ્રાનિલેશ્

 5. chetu said,

  May 6, 2007 @ 3:24 am

  એક્દમ સરસ્..!

 6. mukesh said,

  May 6, 2007 @ 7:02 am

  wonderful keep it up

 7. Darshit said,

  May 6, 2007 @ 12:26 pm

  Its really a lovely website when i came to know bout this site i have got some nice rememberance when i used to go at kavya samlen arranged by “Vyanjana Group – Rajkot” i have ever thankful to uncle and poet Shri Sanju Vala who used to invite me now i m at dubai no such activity like that but now i m really happy to see this site again on net and some nice poet to whom i met before lively thanks again….

 8. Hasmukh Bulsara said,

  May 6, 2007 @ 5:38 pm

  Dear Kavi
  I liked your Gazal.As you have really maintained the Chhand,It really came out superb.Keep up making Gazal and let us enjoy them.—–Hasmukh Bulsara
  Edison,NJ. USA

 9. gargi shah said,

  May 7, 2007 @ 7:19 am

  hi,kavi i like your poem its a good one tu mari upar ek kavita lakhi sake tell me later on bye take care its all compose u or some one else

 10. DILIP JOSHI said,

  May 7, 2007 @ 7:22 am

  કવિ,
  YOU HAVE BRIGHT FUTURE. IT’S MY FORECAST FOR YOU. GO AHEAD.AND FLYING POEMS SKY.

  DILIP JOSHI
  RAJKOT

 11. Arun said,

  May 7, 2007 @ 12:20 pm

  Does anyone know “Chai no dohro” ? Can you please post for everyone to enjoy.
  Thank You,
  Arun

 12. Hiral Thaker - 'Vasantiful' said,

  May 8, 2007 @ 4:19 am

  Hi ‘Kavi’.

  Very nice GAZAL. Keep it up.

  If you remember me once we meet in ‘Shani Sabh’ @ Kanoriya art center.

  Hiral Thaker ‘Vasantiful’

 13. Herry said,

  May 8, 2007 @ 11:24 am

  your ‘GAZALS’ are very nice.
  i like read them when ever i find pleasure.
  Very nice………………….
  Keep it up to write such ‘GAZALS’
  Good Relation Mapping Bet’n ‘Khuno’ and ‘DUMO’

  ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
  યાદ આવી જાય છે સંબંધ જૂનો.

 14. meera p said,

  May 9, 2007 @ 3:51 am

  Hey Kavi, i didnt know you were a poet too. Great yaar. I could enjoy your gazal though my Gujarati is not particularly good. Keep up the good work it is God s gift. Not many have such talent. We are proud of you!
  Love
  Meera

 15. vishnu patel said,

  May 9, 2007 @ 3:30 pm

  dear kavi,
  very nice gazal,i really don’t undersatnd much but i am regularly reading all ur posted articles.
  we wish u good luck and wonderful life.
  vishnu patel,malika,daughter jindagi

 16. Lata Hirani said,

  May 10, 2007 @ 8:16 am

  સરસ, બહુ સરસ કવિ….

  ઓળખાણ પડે છે ?

 17. bhadresh said,

  May 12, 2007 @ 5:07 am

  hi kavi,,kavi tari kavita vanchi ne mane garv thay che ke hu tane ane tu mane odkhe che,vadhare lakhvu che pan tara jevu kavi magaj nathi etle man ma ne man ma rakhi muku chu,,,,,
  bhadresh shah

 18. KAVI said,

  May 12, 2007 @ 9:36 am

  Dear all
  thnak u very much to give such a response to my Gazals
  amd thank u very much to Vivek also as he made possible to make it reachable to all of you.
  its realy give a good feeling when i find people from all over the world, many of them whom i know and others whom i dont know, read my words, understand them and give the response.
  as its peasure itself when u can succesfuly express youeself and similarly when u find people have understood what u realy mean..

  “Aksharmarg nu chhu Samidh, havi chhu,
  hu to are janm thi j KAVI chhu”
  (it is not in in meter)

  may God & hte nature itself bless us with all its kindness
  thank u verymuch.

 19. raeesh maniar said,

  May 14, 2007 @ 11:57 pm

  સરસ ગઝલ. એક જ ભાવ સાચવી સુન્દર રચના લખી છે.
  કવિ લ લ તરીકે લેવાય અથવા લ ગા તરીકે લેવાય. ગા તરીકે લેવાથી દોષ થાય.

 20. Pinki said,

  October 11, 2007 @ 12:56 pm

  સળંગસૂત્રતા, લય અને ભાવ –

  ત્રણેય ઘણી જ સુંદર રીતે ગૂંથાય છે અને જળવાય પણ છે ! !

  અને વિષયવસ્તુ તો –

  તડકા સમો ને તો’ય કૂણો એવો,
  એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો ખૂણો

  so nice……………… ! !

 21. Chetan Shah said,

  January 27, 2008 @ 2:36 pm

  અભીનન્દ્ન.

 22. pradip sheth said,

  December 11, 2008 @ 5:18 am

  ભાવનગરમા રુબરુ સામ્ભળવાનો અવસર મળ્યો હતો. ખુબજ સરસ રચનાઑ સાહિત્ય જગતને આપત રહો તેવી લાગણી .
  આભાર.

 23. Ramesh shah said,

  February 23, 2013 @ 4:16 pm

  Hai, Kavi,
  what a fabulous poem you have made?A corner in a house has its relations with the inner feelings of every man,who prefers to exude.It has been expressed lucidly.
  Ramesh shah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment