નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !
ડૉ. મહેશ રાવલ

પ્રેમ અને તર્ક – રૂમી – અનુ.વસંત પરીખ

હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.

 

રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.

દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.

5 Comments »

  1. pragnaju said,

    October 23, 2011 @ 8:40 AM

    દિવ્યપ્રેમની અદભૂત અનુભૂતિ

    મૅવલાના જલાલુદ્ન રુમી મહાન દિવ્ય પ્રેમ કાવ્યોનો ગાયક સંત હતા

    તેન મૂળ શબ્દો એટલા ગહન અને હ્રુદયસ્પર્શી હોય છે કે તેના જીવતા શબ્દોના પઠન સમયે હજારો માણનારાની આંખો ભીની થાય છે.!

    શ્રી વસંતભાઇ એ અનુવાદને ભાવભીનો ન્યાય આપ્યો છે

  2. maya shah said,

    October 23, 2011 @ 9:01 AM

    રુમિનેી કવિતાઓ મા એક અદ્ભુત ફિલસુફિ ચ્હે.

  3. Dhruti Modi said,

    October 23, 2011 @ 4:05 PM

    રુમીની કવિતા ભારોભાર ગહન સૂફી વિચારોથી ભરેલી હોય છે. આ કાવ્યમાં પણ પ્રેમની અદ્ભુત અનુભૂતિનું સુંદર વર્ણન છે. અનુવાદ પણ સારો થયો છે.

  4. વિવેક said,

    October 24, 2011 @ 12:57 AM

    વાહ !

  5. ઊર્મિ said,

    November 4, 2011 @ 9:21 PM

    દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action…………. ક્યા બાત હૈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment