પક્ષી હો કે માણસ, ‘પાગલ’;
પાંખો આવી? વીંધો વીંધો!
– વિરલ દેસાઈ

પ્રેમનું તો એમ છે – ઉશનસ્

પ્રેમનું તો એમ છે, ભાઈ !

         એ તો મળે, ના યે મળે,
         – કોઈ ના કશું કળે;
એમનું તો એમ છે,ભાઈ !
          એ કઈ ગમ વળે, કઈ ગમ ઢળે
          -કોઈ કશું ના કળે.
પ્રેમ તો એક લતા છે, ભાઈ !
 એનું નામ જ એકલતા !
          એ તો ફળે, ના ય ફળે,
          -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો ભોંયરું છે, ભાઈ !
એ તો ભૂગર્ભમાં જ ભળે
           એ તો ક્યાંથી ક્યાં નીકળે
           -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો આભનું બીજ છે, ભાઈ !
કઈ માટીમાં ઊભરે
            કઈ છીપમાં જૈ ઠરે
            -કોઈ કશું ના કળે
પ્રેમ એ તો સિંહણનું દૂધ, ભાઈ !
આપણે તો થવું માત્ર
સ્વરણ- ધાતુ- પત્ર,
             ત્યાં ય એ તો ઝરે, ના ય ઝરે.
             -કોઈ કશું ના કળે.
                               પ્રેમ એ શક્યતાઓ [ અને અશક્યતાઓનો ] પ્રદેશ છે. નિર્બંધતા તેની મૂળભૂત ભૂમિ….unpredictability એની ખાસિયત….
                                લયલા-મજનુંની original આખી રચના વાંચવા જેવી છે-તે મૂળ અરબીમાં ‘નિઝામી’ એ બારમી સદીમાં લખી હતી. તેનું english ભાષાંતર સરળતાથી મળે છે. રૂવાં ઊભા કરી દેતી એ કથા વિશુદ્ધ પ્રેમની જાણે કે ભગવદ્ ગીતા છે.

6 Comments »

  1. neerja said,

    September 25, 2011 @ 2:33 AM

    love. . the land of unpredictability. . too true. . people live on hopes and die 4 them too. .

  2. વિવેક said,

    September 25, 2011 @ 3:07 AM

    સુંદર રચના… એક લતા અને એકલતાનો શ્લેષ ગમી ગયો.

    આવતી પોસ્ટમાં લયલા-મજનૂની એ કવિતા મૂળ કવિતા અને ભાષાંતર સાથે મૂકી શકાય?

  3. divya parekh said,

    September 25, 2011 @ 9:45 AM

    આવતી પોસ્ટમાં લયલા-મજનૂની કવિતા મુકશો?

  4. તીર્થેશ said,

    September 26, 2011 @ 2:44 AM

    it was written in arabic in verse form. its translation is in text form. not possible to put here-its 177 pages loooooong !

  5. Pushpakant Talati said,

    September 26, 2011 @ 6:42 AM

    તીર્થેશભાઈ
    ‘ ………… its translation is in text form. not possible to put here – its 177 pages loooooong ! ” – આવું કહો તે કેમ ચાલે ?

    ભલે તે લાંબુ હોય પણ તે રચનાંમાં રસ ધરાવતો બહોળો વર્ગ નેટ પર હાજર છે. – આપ ને એક SUGGESTION આપું ? – આપ એમ કરો કે ;- જો આખું આપવું શક્ય ન હોય તો તેને ટુંકાવીને અથવા PRECIE WRITE કરી ને અગર તો તે રચનાં નો અર્ક / નિષ્કર્સ પણ જો આપ લયસ્તરો નાં LOVERS માટે મ્પ્કલશો તો ઘણો જ આનન્દ અને ઉલ્લાષ થશે.

    આશા છે આપ આ બાબત વિચારી ને યોગ્ય કરશો.
    આભાર સાથે – પુષ્પકાન્ત તલાટી

  6. pragnaju said,

    September 28, 2011 @ 4:53 PM

    સ રસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment