અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
નયન દેસાઈ

તરસતો ગયો છું – ડૉ. મનોજ જોષી ‘મન’

તરસતો ગયો છું, કણસતો ગયો છું,
હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

સતત જાણી જોઈ લપસતો ગયો છું,
તમારા તરફ એમ ખસતો ગયો છું.

બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.

હવે ભોગવીશું પરિણામ બંને,
તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

– ડૉ. મનોજ જોષી ‘મન’

24 Comments »

 1. મીના છેડા said,

  July 13, 2012 @ 3:03 am

  તરસતો ગયો છું, કણસતો ગયો છું,
  હું અંદરથી એમ જ વિકસતો ગયો છું. વાહ !

 2. Rina said,

  July 13, 2012 @ 3:07 am

  તરસતો ગયો છું, કણસતો ગયો છું,
  હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

  બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
  હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

  વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
  પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.
  Waahh

 3. sweety said,

  July 13, 2012 @ 3:18 am

  સતત જાણી જોઈ લપસતો ગયો છું,
  તમારા તરફ એમ ખસતો ગયો છું.

  અતિ સુદર્

 4. deepak said,

  July 13, 2012 @ 3:53 am

  વાહ!!! એક એક શેર પાણીદાર થયા છે…

  હવે ભોગવીશું પરિણામ બંને,
  તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું ! … ખુબ સરસ…

 5. jayesh shah said,

  July 13, 2012 @ 4:20 am

  તરસતો ગયો છું, કણસતો ગયો છું,
  હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

  હવે ભોગવીશું પરિણામ બંને,
  તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું ! … ખુબ સરસ…

 6. urvashi parekh said,

  July 13, 2012 @ 4:36 am

  તરસતો ગયો ચ્હુ,કણસતો ગયો છુ,
  હુ અંદર થી એમ જ વિકસતો ગયો છુ.
  એકદમ વાસ્તવીક્તાથી ભરેલી વાત.
  સરસ.

 7. Gaurav Pandya said,

  July 13, 2012 @ 9:54 am

  waah sahebji…

 8. pragnaju said,

  July 13, 2012 @ 10:30 am

  મસ્ત મક્તા
  કર્મના સિધ્ધાંતનો હસતા હસતા સ્વીકાર.આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. બાપ મરી ગયા ને કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ? અને પ્રતિક્રમણ કરીએ .
  હવે ભોગવીશું પરિણામ બંને,
  તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

 9. manilalmaroo said,

  July 13, 2012 @ 10:49 am

  best gazhal.manilal.m.maroo

 10. Dr j k said,

  July 13, 2012 @ 11:54 am

  મસ્તનોજ જોશી………!!!!

 11. Dhruti Modi said,

  July 13, 2012 @ 2:39 pm

  વાહ અદ્ભુત. શબ્દોને એટલાં ચિત્રાત્મક બનાવ્યાં છે કે શબ્દો, શબ્દો ના રહેતા સજીવ બની ગયાં છે.
  તરસતો ગયો છુ કણસતો ગયો છું હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

  તરસવાની અને કણસવાની સાથે વિકસવાની આખી પ્રક્રિયાને અનુભવી શકો છો.

 12. Maheshchandra Naik said,

  July 13, 2012 @ 3:12 pm

  સરસ રચના, ………..

 13. sudhir patel said,

  July 13, 2012 @ 10:20 pm

  વાહ! મસ્ત ગઝલ!!
  સુધીર પટેલ.

 14. dr.ketan karia said,

  July 14, 2012 @ 3:48 am

  હું એટલુ જ કહીશ કે હું જામનગરમાં છું એટલે નસીબદાર છું..

 15. kapesh solanki "KALP" said,

  July 14, 2012 @ 12:27 pm

  બસ,આમ જ હંમેશા હું હસતો ગયો છુ.
  – ખુબ જ સરસ ગઝલ છે.ગમી જાય એવી જ…………

 16. Hetal Gajjar said,

  July 16, 2012 @ 12:43 am

  ખુબજ સરસ ગઝલ્….

 17. Dr Niraj Mehta said,

  July 16, 2012 @ 1:37 am

  એમના સ્વમુખે સાંભળેલી ગઝલ ફરી માણવાની મજા પડી

 18. ઊર્મિ said,

  July 17, 2012 @ 4:34 pm

  મસ્ત મસ્ત મસ્ત ગઝલ…. પાંચેય શેરો ખૂબ જ પાણીદાર થયા છે…. અભિનંદન.

 19. પ્રતિક મોર said,

  July 18, 2012 @ 8:43 am

  આમ જ પ્રેમમાં પડતો ગયો છું,
  જાણે ધરતીમાં ધસતો ગયો છું,
  તે ના જાણી મારી વ્યાથા પ્રતિક
  તે કહ્યુ ના, હું બસ હસતો ગયો છુ,

  પ્રતિક મોર

 20. ડૉ.મહેશ રાવલ said,

  July 18, 2012 @ 11:55 pm

  વાહ…મનોજભાઇ,
  સરસ લયબદ્ધ ગઝલ બની છે ,એમાંય
  અંતિમ શેર……બહુ બહુ બહુ….જ ગમ્યો મિત્ર!
  અભિનંદન.
  સમય ફાળવી મારી વેબસાઈટ http://www.drmahesh.rawal.us પર પધારજો.આશા છે મારી ગઝલો આપને નિરાશ નહીં જ કરે…!

 21. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) said,

  July 19, 2012 @ 7:11 am

  Thanks a lot to everyone for inspiring me by valuable comments…
  @Dr.Mahesh Raval – નમસ્કાર….મહેશભાઈ…આખરે વેબનુ અડાબીડ જંગલ,ગીતોના ઝરણાં,ગઝલોના દરીયા અને કોમેન્ટસના પહાડો ખુંદતો ખુંદતો હું તમારા સુધી પહોંચી ગયો ! ઘણાં સમયથી અલગ-અલગ સાઈટ ઉપર તમારા સુન્દર,વિદ્વતાપૂર્ણ પ્રતિભાવો વાંચતો આવ્યો છું. મારી રચનાઓને પણ આપના ફુલો જેવા મઘમઘતા અને પ્રોત્સાહક પ્રતિભાવો સાંપડ્યા છે, તમને મળવાની ઘણા સમયની ઇચ્છા આજે પુરી થઈ.આપની શબ્દ પ્રત્યેની નિષ્ઠા અને કાવ્ય-પ્રીતીને હ્રદયપૂર્વક વંદન…
  આપની વેબસાઈટ હું ઘણી વાર જોઉં છું…આપને રુબરુ મળવાની પણ ખુબ ઈચ્છા છે…જોઈએ ક્યારે ફળે છે…આભાર…

 22. કિરણસિંહ ચૌહાણ said,

  July 20, 2012 @ 1:38 am

  વાહ મનોજભાઇ! ખૂબ સુંદર ગઝલ.

 23. PUJA said,

  July 24, 2012 @ 3:21 am

  BAHUJ SARAS

 24. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) said,

  July 28, 2012 @ 1:15 pm

  આભાર…કિરણભાઈ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment