માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.
વિવેક ટેલર

ઘણું કહેશે – દાન વાઘેલા

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.

પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.

હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

– દાન વાઘેલા

ઓછામાં ઘણું કહેતી મજાની ગઝલ… મીરાં-મેવાડ અને અખંડાનંદ જેવું ધ્યાનવાળા શેર જરા વધુ ગમી ગયા.

11 Comments »

  1. Devika Dhruva said,

    June 23, 2011 @ 9:14 PM

    હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
    તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે……ક્યા બાત હૈ..

  2. Maheshchandra Naik said,

    June 23, 2011 @ 10:27 PM

    અહંમ ત્યાગી જુઓ તો આંખનુ દર્પણ ઘણુ કહેશે…………………
    કવિશ્રી દાન વાઘેલાએ આટલી વાત જ કરી હોત તો પણ સોંસરી ઉતરી જાય એવુ છે, સરસ રચના માટે અભિનદન અને આપનો આભાર………………

  3. P Shah said,

    June 24, 2011 @ 1:00 AM

    અહંમ ત્યાગી જુઓ તો….

    સુંદર ગઝલ !

  4. Atul Jani (Agantuk) said,

    June 24, 2011 @ 1:18 AM

    અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
    અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

    કાબીલે દાદ

  5. Atul Prakash Trivedi said,

    June 24, 2011 @ 1:25 AM

    બહુ સરસ ગજલ.

  6. વિવેક said,

    June 24, 2011 @ 2:52 AM

    સુંદર રચના !

  7. Satish Dholakia said,

    June 24, 2011 @ 4:06 AM

    સચોટ !

  8. jyoti hirani said,

    June 24, 2011 @ 7:26 PM

    ખુબ સરસ ગઝલ પ્ર્ત્યેક શેર લાજ્વાબ

  9. sudhir patel said,

    June 25, 2011 @ 12:50 AM

    ભાવનગરના કવિ-મિત્ર દાન વાઘેલાની સુંદર ગઝલ માણવી ગમી!
    સુધીર પટેલ.

  10. deepak trivedi said,

    June 25, 2011 @ 12:13 PM

    હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
    તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.
    —I like very much…!

  11. Rakesh shah said,

    June 29, 2011 @ 9:28 AM

    બહુ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment