આપણો સંબંધ બસ છૂટી ગયો,
તાંતણો કાચો હતો, તૂટી ગયો.
વિજય રાજ્યગુરુ

શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….

દયારામ : કવિ પરિચય

4 Comments »

 1. વિવેક said,

  February 21, 2007 @ 8:02 am

  શ્રીકૃષ્ણથી રિસાયેલી ગોપી જે રીતે ઝઘડો માંડે છે એ આખી વાત જ અદભૂત છે. કૃષ્ણ કાળા હોવાના કારણે સૃષ્ટિની બધી જ શ્યામ વસ્તુઓથી જાણે ગોપી મુખ મોડી લેવાની પ્રતિજ્ઞા કરે છે. પણ મજા તો ત્યારે છે કે આ નિયમ આંખ પલકારો મારીને ખોલ-બંધ થાય એટલી અડધી ઘડી પણ નિભાવવા ગોપી કે એનું રૂસણું તૈયાર નથી… કૃષ્ણપ્રેમથી હાડો-હાડ નીતરતી સુંદર ગરબી…

 2. Harshad Jangla said,

  February 21, 2007 @ 9:38 pm

  ગોપીના રીસામણા પણ અદભૂત અને મનામણા પણ અદભૂત
  સુંદર ગીત

  Harshad Jangla
  Atlanta, USA
  Feb 21 2007

 3. ધવલ said,

  February 21, 2007 @ 11:30 pm

  આ ગીત ભણવામાં આવતું… ને પરીક્ષા વખતે ગોપી કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવા માંગે છે એ ગોખતા તે યાદ આવી ગયું 🙂 આનંદ થઈ ગયો !

 4. કેતન રૈયાણી said,

  September 1, 2008 @ 4:04 am

  બહુ સમયથી શોધતો હતો…આજે મળી ગયું….!!!

  ધન્યવાદ..!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment