બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.
વિવેક ટેલર

આ તે કેવું સવાર ? – ચંદ્રકાન્ત શેઠ

આ તે કેવું સવાર, જેમાં અંધકાર તે જાગે ?!
આ તે કેવો ઉઘાડ, જેમાં બંધિયાર સૌ લાગે ?!

આટઆટલા રસ્તા તોયે
નથી જવાતું ઘેર;
કેટકેટલું રવડ્યા- રખડ્યા,
તોય ઠેરના ઠેર!
જોઉં જોઉં આ જળ જે મીઠું ખારે દરિયે ભાગે !
વહાલપનાં જે વેણ નીકળ્યાં વજ્જર થૈને વાગે !

કેવી કેવી આશાઓની
પૂરી’તી રંગોળી !
કોનાં પગલાં આડાં ઊતરી
એને રહ્યાં ડખોળી !
આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !

– ચંદ્રકાન્ત શેઠ

કવિ કોઈ જવાબ આપતા નથી પણ ઘેરા ભાવના વિષાદમાં તરબોળ કરી દે છે…

5 Comments »

 1. તીર્થેશ said,

  May 20, 2011 @ 1:17 am

  વાહ !

 2. sapana said,

  May 20, 2011 @ 6:29 am

  ભાવભર્યુ ગીત!! આપનાં શબ્દો છે શ્વાસ મારા તથા આપની આ

  જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
  મને કંઇક મારામાં જડતું રહે છે
  ગઝલ પઠનથી મને …ગઝલ લખવાનું સ્ફુર્યુ..અને સ ગઝલ બની જોકે મે છંદ બીજો લીધૉ પણ આપના જેવી તો ના જ બને!!હા હવે ગરમાળો વાંચું છું અને રઈશભાઈ મારે ત્યાં આવ્યાં ત્યારે અમને ટીપ આપી કેવીરીતે ગીત બનાવવું..હું લખીશ..આપનો આભાર અને દુઆ!!
  સપના

 3. pragnaju said,

  May 20, 2011 @ 8:15 am

  … સાચે જ ઘેરા ભાવના વિષાદમા તરબોળ કર્યા.
  કેટકેટલું રવડ્યા- રખડ્યા,
  તોય ઠેરના ઠેર!
  કાળ પોતાની ચાળણી કાયમ હલાવ્યા કરે છે. નરસું છોડી સારૂં રાખે તો બધાં રૂડાં વાનાં થઈ જાય. પણ તેમ થતું નથી. એથી વિસ્મરણની જરૂર છે. મરણ નિર્મ્યું છે. જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થળાત્મક જગત આખુંયે એક ઠેકાણે લાવવાની જરૂર નથી.
  આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
  આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !
  …તેની આત્મીયતા,પ્રેમ, ભાવ ! લાયકાત મેળવવાની . તેના ચરણ જ પૂરતા છે.

 4. Manubhai Raval said,

  May 20, 2011 @ 11:14 am

  કેવી કેવી આશાઓની
  પૂરી’તી રંગોળી !
  કોનાં પગલાં આડાં ઊતરી
  એને રહ્યાં ડખોળી !
  આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
  આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !

  ખુબ સરસ.

 5. Kalpana said,

  May 20, 2011 @ 4:13 pm

  એક અભાવ આ લાગણીના તર્ઁગ જન્માવે હવામા પ્રસરાવે અને એ છે કૃતગ્ન્યતાનો અભાવ.
  ભાવની અભિવ્યક્તિ કાવ્યમા અઁતરના ઊઁડાણમાથી થઈ છે.

  આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment